For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્પેન્ડ કરેલા કાર્યકર્તાને પરત લેવામા નહી આવે: સી.આર પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘણ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જતનાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્ય હતા. સાથે જ ભળવાખોર કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આ ક

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘણ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જતનાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્ય હતા. સાથે જ ભળવાખોર કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આ કાર્યકર્તાઓને કાયમ માટે બહારનો રસ્તો દેખાડવામાં આવશે અને તે જીતશે તો પણ તેમને પરત લેવામાં નહી આવે તેમ તેમણે જણાવ્યું હતુ.

CR PATIL

ભાજપ ટિકિટ વહેચણી બાદ ધારાસભ્યોની ટિકિટ કપતા મધુ શ્રીવાસ્ત, દિનુમામા સહિતના વડોદરામાં ઘણા નેતાઓ નારાજ હતા જેથી તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી નોધવામાં આવી હતી. આ સિવાય જે લોકોએ પક્ષના ઉપરવટ જઇને ઉમેદવારી નોધાવી હતી. તે લોકોને પક્ષ દ્વાર પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જો આ લોકો જીતીને આવશે તો પણ પરત લેવામાં નહી આવે.

સી. આર. પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું હતું હતું વર્ષ ૨૦૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં કુલ મતદારોની સંખ્યા ૧૦ લાખ જેટલી વધી છે. ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિના સભ્યોનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે મતદાન કરાવવાની જવાબદારી હોય છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇ શાહનું ગુજરાત ગૃહ રાજ્ય છે અને એટલા માટેજ તેઓ ગજરાતમાં હાજર રહ્યાં છે. કાર્યકર્તાઓના અને નેતાઓના મન મોટાવ હતાં છતાં પણ ભારતીય જનતા પાર્ટી તેમની નારાજગી હટાવી પક્ષ માટે કાર્યરત થવા અંગે મનાવવામાં અમે સફળ રહ્યાં છીએ.

ગુજરાતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી અને પરિણામના દિવસે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઇ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કોઇનું નામ જાહેર કર્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ટીકીટ વાંચ્છુઓ હોઇ તે સ્વાભાવીક છે પરંતુ દરેકને ટીકીટ ફાળવવી શક્ય ન હોય જે લોકોને ટીકીટ મળી નથી તેવા કાર્યકર્તાઓ અને નેતાઓ પક્ષ સાથે રહી નક્કી કરેલા ઉમેદવારોને જીતાડવા માટે કામે લાગી ગયાં છે. પક્ષમાં ગેરશીસ્ત આચરનાર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સસ્પેન્ડ કરવામાં આવેલ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પરત લેવાના નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સીટ, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટ શેર કરવાના એમ ત્રણ રેકોર્ડ બનાવવા જઇ રહી છે.

English summary
CR claiming to win with the most seats. Patil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X