મોરારીબાપુના સિંહ દર્શન પર જાડેજાની ટિપ્પણી, હવે જોઇએ...

Written By:
Subscribe to Oneindia News

મોરારીબાપુ વિરુદ્ધ મંગળવારે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેમાં તેમની પર ગેરકાનૂની રીતે સિંહ દર્શન કરવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ તમામ પર ભારતીય ઓલ રાઉન્ડ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ એક ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે "એક જ સ્થળ, એક જ વાર્તા પરંતુ વ્યક્તિ અલગ અલગ, હવે જોઇએ શું થાય છે" આ સાાથે જ જાડેજાએ મોરારીબાપુના સિંહ સાથેનો ફોટો અને અટેચ કર્યા છે. નોંધનીય છે કે હાલ જાડેજા ક્રિકેટથી દૂર માદરે વતન આરામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જ્યારે રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નીના લગ્ન થયા હતા. તે પછી તે જ્યારે ગીરની મુલાકાતે હતા ત્યારે તેમણે પત્ની સાથે સિંહ જોડે કેટલીક તસવીરો પડવી હતી. જે વાયરલ થતા જ વિવાદ થયો હતો. અને આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જાડેજા પર આરોપ હતો કે તે પ્રતિબંધિત વિસ્તારમાં જીપથી નીચે ઉતરી સિંહ જોડે ફોટો પડાવી રહ્યા છે. જે અંગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના ભંગના ભાગરૂપે તેમની વિરુદ્ઘ ફરિયાદ કરવામાં આવી હતી. અને તેમને 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં તેમણે આ માટે માફી પણ માંગી હતી. ત્યારે મોરારીબાપુની સાથે જ પણ આવી જ ઘટના થતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આ અંગે ટ્વિટર દ્વારા આ ટિપ્પણી કરી હતી.

English summary
Cricketer Ravindra Jadeja Twitte on Morari Bapu Lion Selfie Controversy. Read more here in details

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.