ક્રાઇમ બ્રાંચે દિલ્હીના ઇશારે મારો નકલી વીડિયો ફરતો કર્યો: પ્રવીણ તોગડીયા

Written By:
Subscribe to Oneindia News

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા છે. તેમને સોમવારે સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાંચના જે.કે.ભટ્ટ પર આરોપ મુકતા તેમની સામે કાયદાકીય પગલા લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને સાથે જ જેસીપી જે.કે.ભટ્ટની કોલ ડિટેઇલ્સ જાહેર કરવાની પણ માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે.કે.ભટ્ટ મારી સામે ષડયંત્ર કરી રહ્યાં છે. મારી છબિ ખરડવા માટે ક્રાઇમ બ્રાંચે નકલી વીડિયો ફરતો કર્યો છે.

PravinTogadia

તેમણે આગળ કહ્યું હતું કે, જે.કે.ભટ્ટની વડાપ્રધાન સાથે વાત થઇ હતી અને મારો આરોપ છે કે, જે.કે.ભટ્ટ દિલ્હીના રાજકારણીના ઇશારા પર ષડયંત્ર ઘડી મારા કાર્યકર્તાઓને હેરાન કરી રહ્યાં છે. મેં વકીલને બોલાવ્યા છે અને ક્રાઇમ બ્રાંચ વિરુદ્ધ કાયદાકીય પગલાં લઇશ. મારા મિત્ર અને વડાપ્રધાનને હું વિનંતી કરું છું કે, ક્રાઇમ બ્રાંચની મોટી પ્રતિષ્ઠા છે અને એને ષડયંત્રમાં સંડોવી લોકતંત્રની હત્યા કરી તેને રાજકારણીય ષડયંત્રનો ભાગ બનવા દો. કોઇ પણ પ્રકારની પૂછપરછ કે કાયદાકીય કાર્યવાહી માટે રાત્રે 2 વાગ્યાનો સમય યોગ્ય હોય, એનો જવાબ જે.કે.ભટ્ટ આપે. તેઓ દિલ્હીના બોસના ઇશારે કાયદો હાથમાં લઇ રહ્યાં છે. 2005માં સંજય જોશીનો નકલી વીડિયો બન્યો હતો, મારી છબિ ખરડવા માટે એ જ ઇતિહાસની પુનરાવર્તન થઇ રહ્યું છે. ક્રાઇમ બ્રાંચ મારો નકલી વીડિયો પસંદિત ટીવી ચેનલને આપી રહી છે. સંજય જોશીની નકલી વીડિયો બનાવનારના નામ મને ખબર છે અને સમય આવ્યે જાહેર કરીશ. રાજસ્થાનથી સંદેશ આવ્યો છે અને એના પરથી સિદ્ધ થયું છે કે, મારી સામે કોઇ મામલો નથી, આ સઘળું ષડયંત્ર હતું,

English summary
Crime branch has circulated fake video to disgrace me, says Pravin Togadia after getting discharge from the hospital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.