For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાં

ગુજરાતમાં ‘ચાંદીપુરા' વાયરસ બાદ હવે ‘કોંગો' વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 મહિલાના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 'ચાંદીપુરા' વાયરસ બાદ હવે 'કોંગો' વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 મહિલાના મોત નીપજ્યા છે. જ્યારે પાંચ અન્ય દર્દીઓનો અત્યારે હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. 'કોંગો' વાયરસથી જે મોતના કેસ સામે આવ્યા છે તે સુરેન્દ્રનગર જિલ્લાના છે. અહીંના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ આ વાયરસ પાલતુ પશુઓ દ્વારા ફેલાય છે. વળી, આ પહેલા 'ચાંદીપુરા' વાયરસનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો. આ વાયરસે નાના બાળકોને પોતાના શિકાર બનાવ્યા હતા.

78 વર્ષીય મહિલાનુ ઈલાજ દરમિયાન મોત

78 વર્ષીય મહિલાનુ ઈલાજ દરમિયાન મોત

સુરેન્દ્રનગર જિલ્લાના 78 વર્ષીય સુખીબેન મેણિયામાં ક્રીમિયન-‘કોંગો' હેમોરેજિયા તાવ (CCHF) વાયરસના લક્ષણ મળ્યા હતા. તે લિંબડીના જામડી ગામના રહેવાસી હતા. ઈલાજ દરમિયાન તેમનુ મોત નીપજ્યુ હતુ. તેમના મોત પહેલા તેમના સંબંધીમાં પણ આ લક્ષણ જોવા મળ્યા હતા. તેમનુ પણ મોત થઈ ગયુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે સુરેન્દ્રનગરની સી યુ શાહ મેડીકલ કોલેજમાં ઈલાજ કરાવી રહેલ અન્ય એક મહિલાનુ પણ આ રીતના લક્ષણોના કારણે મોત થઈ ગયુ.

જ્યાં મોત થયા એ જ ગામમાં સૌથી વધુ જોખમ

જ્યાં મોત થયા એ જ ગામમાં સૌથી વધુ જોખમ

સુરેન્દ્રનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી કે પરમારે જણાવ્યુ કે, ‘સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં મરનાર મહિલા અને એ જ ગામના રહેવાસી લોકો પર જોખમ છે. અમે આ ગામના ચાર અન્ય સંબંધીઓના નમૂના પૂના મોકલ્યા છે જેના પર કાંગો વાયરસ હોવાની શંકા છે.'

આ પણ વાંચોઃ પત્ની નેહાના બર્થડે પર રોમેન્ટીક થયા પતિ અંગદ, લખી દિલની વાતઆ પણ વાંચોઃ પત્ની નેહાના બર્થડે પર રોમેન્ટીક થયા પતિ અંગદ, લખી દિલની વાત

આરોગ્ય-પશુપાલન વિભાગનું સંપૂર્ણ ધ્યાન જામડી ગામ પર

આરોગ્ય-પશુપાલન વિભાગનું સંપૂર્ણ ધ્યાન જામડી ગામ પર

આરોગ્ય અને પશુપાલન વિભાગનું સંપૂર્ણ ધ્યાન સુરેન્દ્રનગરના જામડી ગામ પર છે. એક ડૉક્ટરને દિવસ દરમિયાન ગામમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ પણ રોગીને તાવ, ઉલ્ટી કે અનિયંત્રિત બ્લીડિંગના લક્ષણ જોવા મળે તો તરત જ ઈલાજ માટે અમદાવાદ મોકલી દેવામાં આવે.

મહિલાના લોહીના નમૂના પૂના મોકલવામાં આવ્યા

મહિલાના લોહીના નમૂના પૂના મોકલવામાં આવ્યા

ગુજરાતના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિઅ કહ્યુ કે અમારી પાસે એ માનવાના કારણ છે કે સુરેન્દ્રનગરમાં એક મહિલાનું મોત સીસીએચએફથી થયુ હતુ કારણકે એ મહિલામાં પણ સુખીબેન જેવા લક્ષણ હતા. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સુરેન્દ્રનગરના ચિકિત્સાલય આરોગ્ય અધિકારીને જાણવા મળ્યુ કે સીયુ શાહ મેડીકલ કોલેજમાં જે મહિલાનું મોત થયુ છે તેમાં સીસીએચએફ જેવા લક્ષણ છે. મહિલાના લોહીના નમૂના પૂણે મોકલવામાં આવ્યા છે અને પરિણામ રાહ જોવાઈ રહી છે.

2 મહિલાઓના થયા મોત

2 મહિલાઓના થયા મોત

જયંતિ રવિએ કહ્યુ કે અમે સીયુ શાહ મેડીકલ કોલેજના કર્મચારીઓને પણ મોનિટરિંગ હેઠળ રાખ્યા છે કારણકે ઈલાજ દરમિયાન મહિલાના સીધા સંપર્કમાં આવ્યા હતા. ગુજરાતમાં કાંગો વાયરસથી અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થઈ ચૂક્યા છે અને પાંચનો ઈલાજ ચાલી રહ્યો છે.

English summary
Crimean–Congo hemorrhagic fever cases rise in gujarat, two woman dead in hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X