Cyclone Biparjoy: 74000થી વધુ લોકોનુ કર્યુ સ્થળાંતર, NDRFની ડઝનેક ટીમો તૈનાત
Cyclone Biparjoy: બિપજોય વાવાઝોડાના ખતરાને જોતા ગુજરાતના 8 જિલ્લામાંથી 74000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે પ્રશાસન દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે જેથી કોઈ જાન-માલનુ નુકસાન ન થાય. રાજ્યમાં 4000 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
બુધવારે રાત્રે વાવાઝોડુ બિપરજોય 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો તરફ પહોંચી રહ્યું છે. અહીં તેની મહત્તમ સ્પીડ 120-130 kmphથી 145 kmph હોઈ શકે છે.

ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે 74000થી વધુ લોકોને અલગ-અલગ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેન્જર ઝોનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
74345 લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાંથી 34300 લોકોનું ડેન્જર ઝોનમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. 10000 લોકોને જામનગર, 9243 મોરબી, 6089 રાજકોટ, 5035 દેવભૂમિ દ્વારકા, 4604 જૂનાગઢ, 3469 પોરબંદર જિલ્લામાં અને 1605 લોકોને ગીર સોમનાથ જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બિપરજોય ચક્રવાત અંગે સમીક્ષા બેઠક કરી હતી અને રાહત કામગીરીને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. NDRFની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં 25-30 લોકોનો સમાવેશ થાય છે, જ્યારે 12 ટીમો SDRFની છે, જેને રાહત અને બચાવ માટે તૈનાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
