For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Shaheen: 'શાહીન' બનીને આવશે વાવાઝોડુ 'ગુલાબ', ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદનુ એલર્ટ

વાવાઝોડા 'ગુલાબ'ની વાવાઝોડા 'શાહીન' તરીકે વાપસી થવાની છે અને આના કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાવાઝોડા 'ગુલાબ'ની વાવાઝોડા 'શાહીન' તરીકે વાપસી થવાની છે અને આના કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને ત્રણ ઓક્ટોબર સુધી મુંબઈથી ગુજરાત તટ સુધી દરિયામાંથી થતી બધી ગતિવિધિઓને રોકવામાં આવી છે તેમજ માછીમારોને સમુદ્રમાં ના જવાની સૂચના આપવામાં આવી છે, આ કહેવુ છે આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામનીનુ જેમણે વાવાઝોડા વિશે મીડિયાને માહિતી આપી છે. તેમણે કહ્યુ કે 'શાહીન' પણ ઘણુ શક્તિશાળી હશે.

rain

શાહીન બનીને પાછુ આવશે વાવાઝોડુ ગુલાબ

આ પહેલા પણ હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે અરબ સાગર ઉપર એક લો પ્રેશર એરિયા બની રહ્યો છે જેના વાવાઝોડામાં બદલાવાની સંભાવના છે કે જે 30 સપ્ટેમ્બરના રોજ પ્રબળ રૂપ ધારણ કરવાનુ છે. આ વાવાઝોડાનુ નામ 'શાહીન' છે. આ વખતે વાવાઝોડાનુ આ નામ કતર દેશે રાખ્યુ છે જ્યારે 'ગુલાબ' નામ પાકિસ્તાને આપ્યુ હતુ.

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદનુ એલર્ટ

આઈએમડીએ કહ્યુ કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે જેના માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ અને જામનગર, આણંદ અને ભરુચમાં વરસાદના અણસાર છે. વળી, 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી બિહારના અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે અહીં પણ ચેતવણી જાહેર કરી છે.

માછીમારીને દરિયો ન ખેડવાની સૂચના

તમને જણાવી દઈએ કે વાવાઝોડા 'ગુલાબ'ની અસરના કારણે બુધવારે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો છે અને ગુરુવારે પણ આવુ જ હવામાન રહેવાની સંભાવના છે. આઈએમડી મુજબ પુરુલિયા, બાંકુરા અને પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે આજે યમુનાનગર આસપાસના ક્ષેત્રોમાં હળવાથી તીવ્ર વરસાદનુ અનુમાન છે. જેની અસર દિલ્લીના તાપમાન અને હવામાન પર પણ પડશે.

હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત કોંકણ, મરાઠવાડા, સૌરાષ્ટ્ર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનુ એલર્ટ આપ્યુ છે અને લોકોને અપીલ કરી છે કે તે સાવચેત રહે અને જરુરિયાત વિના ઘરમાંથી બહાર ન નીકળે. પ્રશાસન પણ વાવાઝોડા 'શાહીન'નો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહે.

English summary
Cyclone Gulab may now be re-born as a more powerful Shaheen storm. Heavy rain alert in Gujarat-Maharashtra: IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X