For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Vayu: ગુજરાતમાં 170 કિલોમીટર ઝડપે અથડાશે વાયુ તોફાન

ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન વાયુ ઉત્તર પશ્ચિમ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન વાયુ ઉત્તર પશ્ચિમ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આશંકા છે. એટલા માટે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રવાતી તોફાનની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. એટલા માટે મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તોફાન સાથે તેઝ હવાઓ સાથે વરસાદ થવાની આશંકા છે. રાજકોટ કમિશ્નરે 13 અને 14 જૂને બધી જ સ્કૂલ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. અમરેલી કલેક્ટરે તોફાનને ધ્યાનમાં રાખીને બધા જ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દીધી છે.

Cyclone Vayu

Newest First Oldest First
4:03 PM, 12 Jun

પીએમ મોદીએ ટવિટ કરીને જણાવ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને તેના પર નજર રાખી રહ્યા છે
4:02 PM, 12 Jun

સીએમ વિજય રૂપાણીએ વાયુ તોફાનમાં રાહત કાર્ય સાથે જોડાયેલી તૈયારીઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરી
1:05 PM, 12 Jun

વાયુ વાવાઝોડાને કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર ભુજ પેસેન્જર ટ્રેનો કેન્સલ
11:42 AM, 12 Jun

ગુજરાતમાં એનડીઆરએફ ટીમો બોલાવવામાં આવી. બિહારથી 6 એનડીઆરએફ ટીમો મંગાવવામાં આવી. અન્ય રાજ્યોમાંથી 12 એનડીઆરએફ ટીમો બોલાવવામાં આવી.
11:41 AM, 12 Jun

ગુજરાત વાવાઝોડાને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને દરેક સંભવ મદદ માટે તૈયાર રહેવાની અપીલ કરી
11:40 AM, 12 Jun

પોરબંદર જિલ્લાના 75 ગામના 35 હજાર લોકોનું સ્થાળાંતર
10:41 AM, 12 Jun

10 જિલ્લાના 2 લાખ 91 હજાર લોકોનું સ્થળાંતર
10:40 AM, 12 Jun

જૂનાગઢ, અમરેલી, દીવ અને ગિરસોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે
10:39 AM, 12 Jun

દીવ અને વેરાવળ વચ્ચેથી પસાર થતા વાવાઝોડાનું સ્વરૂપ ઘણું વિકરાળ હશે
10:38 AM, 12 Jun

10 જિલ્લાના કાંઠા વિસ્તારમાં લોકોને સ્થાળાંતર કરવાની કામગીરી શરુ
10:36 AM, 12 Jun

વાવાઝોડું હવે ગુજરાતથી 340 કિલોમીટર જ દૂર છે
10:36 AM, 12 Jun

ચક્રવાતના ખતરાને જોતા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે

English summary
Cyclone Vayu Live: High alert in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X