For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'

ચક્રવાતી તોફાન ‘વાયુ'એ હવે પોતાની ચાલ બદલી દીધી છે, તે હવે ગુજરાતના કિનારેથી નહિ ટકરાય પરંતુ તે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે.

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી દીધી છે, તે હવે ગુજરાતના કિનારેથી નહિ ટકરાય પરંતુ તે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યુ કે વાયુની ચાલ અને દિશામાં પરિવર્તન થયુ છે. હવે આ તોફાન વેરાવળ, પોરબંદર, દ્વારકા પાસેથી પસાર થશે જેનાથી આ વિસ્તારોમાં ભારે આંધી અને વરસાદ થશે. જો કે આ તોફાનથી જાન માલની આશંકાને જોતા સરકારે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ વક્ફની સંપત્તિ અને મુસ્લિમ છોકરીઓ માટે મોદી સરકારનું મોટુ એલાનઆ પણ વાંચોઃ વક્ફની સંપત્તિ અને મુસ્લિમ છોકરીઓ માટે મોદી સરકારનું મોટુ એલાન

‘વાયુ' હવે ગુજરાતના કિનારે નહિ ટકરાય

તોફાનથી લોકોને બચાવવા માટે લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એનડીઆરએફ, પોલિસ, સેના, વાયસેના અને નૌસેનાએ સંયુક્ત ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. એનડીઆરએફની 51 ટીમો, એસડીઆરએફની 9, એસઆરપીની 14 કંપનીઓ, 300 મરીન કમાન્ડો અને 9 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ તોફાન વાયુના કારણે વિસ્તારમાં 150 કિલોમીટરથી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત હાઈ એલર્ટ પર છે.

હેલ્પલાઈન નંબર પણ જાહેર

આ દરમિયાન લોકોની મદદ કરવા માટે જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યા છે અને લોકોને પોતાને સાવચેત રહેવા માટે કહ્યુ છે. ગુજરાતની અસર મહારાષ્ટ્ર પર પણ છે. અહીં પણ સમુદ્રમાં લહેરો ઉઠી રહી છે જેના કરાણે રાજ્યની બધા બીચોને 24 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

સાર્વજનિક પરિવહન સેવાઓ કેન્સલ કરી દેવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તોફાનને જોતા ઘણા સાર્વજનિક પરિવહન સેવાઓને કેન્સલ કરી દીધી છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતના કિનારાના વિસ્તારોમાંથી ગુજરતી 58 ટ્રેનોને રદ કરી દીધી છે. આ ટ્રેનોને 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે ત્યાં સુધી તોફાનની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે.

English summary
#CycloneVayu won't hit Gujarat. It will pass nearby from Veraval, Porbandar, Dwarka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X