ગુજરાતમાં દલિતો પર વધી રહ્યો છે Hate Crime, ત્રીજો હુમલો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં એક પછી એક દલિતો પર હુમલા થઇ રહ્યા છે. એક સપ્તાહની અંદર જ ગુજરાતમાં તેવા ત્રણ કિસ્સા બન્યા છે જેમાં દલિત યુવાનો જીવલેણ હુમલા થયા હોય. 17 વર્ષના દલિત યુવક પર ગાંધીનગર પાસે લીંબોદરામાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જાણવા તે પણ મળ્યું છે કે પૈસા આપી દલિત યુવાનની હત્યા કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. આ યુવક ગાંધીનગરના લિંબોદરા ગામમાં મંગળવારે સાંજે સ્કૂલથી પરત ફર્યો હતો ત્યારે તેની પર હુમલો થયો હતો. વધુમાં યુવકે જણાવ્યું કે 25 સપ્ટેમ્બરના રોજ તેની સાથે મારપીટ થઇ હતી વધુમાં આ યુવકના ભાઇ દ્વારા સ્ટાઇલમાં મૂછો રાખવા માટે પણ ગુજરાતમાં દલિત યુવક સાથે મારપીટ થઇ છે.

hate crime

આ ઉપરાંત બોરસદના ભાધરણીયામાં પણ નવરાત્રીના સમયે યુવક દ્વારા ગરબા જોવા મામલે પાટીદારો યુવકો સાથે બોલચાલ થતા, થયેલી મારપીટમાં તેણે તેના પ્રાણ ગુમાવ્યા હતા. ત્યારે તેના માતા-પિતાએ આ મામલે દોષીઓને ફાંસી અને જનમટીપની સજા થાય તેવી માંગણી કરી છે. આમ એક જ સપ્તાહની અંદર ગુજરાતના અલગ અલગ સ્થળે થયેલા દલિતો પરના હુમલા તે બતાવે છે કે ગુજરાતમાં હેટ ક્રાઇમ વધી ગયું છે. વધુમાં આ હુમલા બાદ દલિત નેતા જિજ્ઞેષ મેવાણી આ મામલે સરકાર સમક્ષ વિરોધ નોંધાવાની વાત કરી છે. ત્યારે ચૂંટણી પહેલા દલિતો પર થઇ રહેલા આ અન્યાય અનેક વસ્તુ તરફ ઇશારા કરે છે.

English summary
Dalit Man was attacked in Gujarat third attack within a week. Boy was attacked for sporting stylist mustache.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.