• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુરતની લેડી ડોન 'ભૂરી' કોણ છે અને શું છે તેના પરાક્રમ

|

રાજ્યમાં ભુરી ડોન નામ પડતાં જ સુંદર રૂપાળો પણ કુખ્યાત ચહેરો સામે તરી આવે. સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ધાક બેસાડવા માટે લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરી ફરી સક્રિય થતાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. અગાઉ ધુળેટી પર પણ આ લેડી ડોન વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈ દુકાનદારો પાસે હપ્તો ઉઘરાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લેડી ડોન ભુરીએ હપ્તો ઉઘરાવવાની સાથે 1 વ્યક્તિ પાસેથી મોટર સાયકલની પણ લૂંટ ચલાવી હતી. આ સંદર્ભે વરાછા પોલીસે લૂંટ સહિત 2 ગુના નોંધી લેડી ડોન તેમજ તેના અન્ય સાગરીતોની ધરપકડ કરી હતી.

કોર્ટમાં નરમ પડ્યાં તેવર

કોર્ટમાં નરમ પડ્યાં તેવર

ધરપકડ બાદ અસ્મિતા ઉર્ફે ભુરી અને તેના સાગરિતની પોલીસે ધરપકડ કરી હતી. જે પછી તે બંન્નેને કાર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં લેડી ડોને પોતાની ભૂલ કબૂલ કરીને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જેલની હવા ખાધા બાદ લેડી ડોનના તેવર કોર્ટમાં નરમ પડ્યાં હતા. કોર્ટમાં રજૂ કરતાંની સાથે લેડી ડોને પોતાની ભૂલ કબૂલી હતી અને હવે તે સુધારવા માંગે છે તેમ જણાવ્યું હતું. લેડી ડોન ભૂરીએ પોતાની ભુલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને હવે સુધરવા માંગતી હોવાનું પણ જણાવ્યું હતું.

મુળ ઉનાના ગરીબ પરિવારની દિકરી

મુળ ઉનાના ગરીબ પરિવારની દિકરી

અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરીના પિતા મુળ સૌરાષ્ટ્રમાં ઉના તાલુકાના ગાંગડા ગામે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની સીધીસાદી અસ્મિતા ગોહિલ છેલ્લા થોડા વખતથી સુરતમાં 'લેડી ડોન ભુરી'ના નામથી કુખ્યાત છે. અસ્મિતાને વર્ષ 2015માં આ જ ગામનો ઘેલો ઉર્ફે રવિ ખીમા મકવાણા ભગાડી ગયો હતો. આ અંગે તેણીના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. બંને એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદમાં રવિ સામેથી પોલીસમાં હાજર થઇ જતા તેને જેલ હવાલે કરાયો હતો. જ્યારે અસ્મિતા પોતાના ઘરે પરત આવી ગઈ હતી.

ઘાતક હથિયારો સાથે ઉઘરાણી કરતા વિડીયો વાયરલ

ઘાતક હથિયારો સાથે ઉઘરાણી કરતા વિડીયો વાયરલ

પરંતું, તે અચાનક એક દિવસ ઘરનાં સભ્યોને મુકીને કોઇને કાંઇ પણ કહ્યા વગર ઘેરથી નિકળી ગઇ.ત્યારબાદ અસ્મિતા સુરતની લેડી ડોનથી 'ભુરી'ના નામથી ઘેર-ઘેર જાણીતી બની ગઇ છે. તેમાં પણ ધુળેટી બાદ તેના એક પછી એક વાયરલ થતા વીડિયોએ તેને ગુજરાતભરમાં કુખ્યાત બનાવી દીધી છે. અસ્મિતાની લોકોમાં એ હદે ધાક છે કે, લોકો તેના વિરુદ્ધમાં બોલવા પણ તૈયાર નથી. આ અગાઉ વરાછા વિસ્તારમાં અસ્મિતા ઉર્ફે ભુરી અને તેના અન્ય સાગરીતો ખુલ્લેઆમ તલવાર સહિત ઘાતક હથિયારો લઈ જોવા મળ્યા હતા. જે બાદ વરાછા પોલીસે કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો, પરંતુ પોલીસની ઢીલી કામગીરીના પગલે આ લેડી ડોન ફરી સક્રિય થઈ થઈ છે અને પોતાનો રૌફ જમાવવા નીકળી પડી.

સીસીટીવીના આધારે પોલીસે કરી ધરપકડ

સીસીટીવીના આધારે પોલીસે કરી ધરપકડ

તારીખ 21 મેના રોજ ફરીથી આ ભુરી અને તેના સાગરિતોના ઘાતક હથિયારો સાથે દુકાનદાર સહિત 1 વ્યક્તિને ધમકાવતા વિડીયો બહાર આવ્યા હતા. જે ઘટનાના CCTV ફૂટેજ વીડિયો વાયરલ થતા વરાછા પોલીસે અસ્મિતા ઉર્ફે ભુરી સહિત તેના સાગરીતની ધરપકડ કરી.

બેફામ બનેલી ભુરીના ગઝબ શોખ

બેફામ બનેલી ભુરીના ગઝબ શોખ

લેડી ડોનના કારનામાં અહીં સુધી સીમિત ન રહેતા, તેણીએ પોતાના અન્ય સાગરીત સાથે મળી વરાછાના કોમલ પાર્કમાં પણ આતંક મચાવ્યો હતો. બેફામ બનેલી અને પોલીસના હાઉની પરવા કર્યા વિના અસ્મિતાએ સોસાયટીના યુવક પાસેથી મોટર સાયકલની પણ લૂંટ ચલાવી હતી, જે બાદ ભોગ બનનાર યુવકે હિંમત કરી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ભુરી મોંઘાદાટ બાઇક અને મોંઘી કારોની ફરવાની શોખીન ગણાય છે. તેમજ જુદા જુદા સ્ટાઇલના ફોટા પણ સોશિયલ મીડિયામાં મુકતી રહે છે.

ભુરીના સાગરીતનું પણ કરાયું અપહરણ

ભુરીના સાગરીતનું પણ કરાયું અપહરણ

ભુરીના સાગરીતને કેટલાક શખ્સોએ અપહરણ કરીને ઢોર માર પણ માર્યો હતો. જેમાં, પોલીસે અપહરણકર્તાઓની પણ ધરપકડ કરી હતી. ત્યારે, હવે ભુરીને પસ્તાવો થઇ રહ્યો છે. અને તે સુધરવા માંગે છે. પરંતું, શું ખરેખર આ સોબત તેવી અસરનું પરીણામ હશે કે, એક સીધા સાદા પરિવારની સુંદર છોકરી ડોન તરીકે વિખ્યાત બની છે.

English summary
lady Don bhuri scold peoples videos are viral, police arrest her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more