Dantiwada Dam : દાંતીવાડા ડેમ 93 ટકા ભરાયો, 26 હજાર હેક્ટર વિસ્તારને ફાયદો થશે

Dantiwada Dam : બનાસકાંઠા જિલ્લા માટે એક સારા સમાચાર છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ તેની કુલ ક્ષમતાના 93% જેટલો ભરાઈ ગયો છે. આના કારણે આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળશે.

ઉપરવાસના વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 601.55 ફૂટ નોંધાયું છે, જ્યારે તેનું રૂલ લેવલ 602 ફૂટ છે.

Dantiwada Dam

ડેમમાં પાણીનો આટલો મોટો જથ્થો ઉપલબ્ધ થવાથી 26 હજાર હેક્ટરથી વધુ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ માહિતી આપી હતી.

આ સારા સમાચારથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ પાણી તેમના પાક માટે જીવનદાન સમાન સાબિત થશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તપ ગુજરાતમાં 100 ટકા કરતા વધારે વરસાદ જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ગુજરાતના મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X