રાજકારણનું નિમ્ન સ્વરૂપઃ પિતાએ સરપંચની ઉમેદવારી નોંધાવતા પુત્રી પર બળાત્કાર

Subscribe to Oneindia News

રાજકારણમાં સત્તા પ્રાપ્ત કરવા માટે લોકો કેટલી નિમ્ન કક્ષાએ જઈ સકે છે તેનું ઉદાહરણ દાહોદના ફતેપુરા ગામમાં જોવા મળ્યું હતુ. આ ગામમાં એક વ્યક્તિએ પંચાયત ચૂંટણી માટે સરપંચની ઉમેદવારી નોંધાવવા ફોર્મ ભર્યુ હતુ. જો કે આ વાત પંચાયાતના પ્રમુખ નામે નરેન્દ્ર ડામોરને હજમ ન થતા તેણે આ વ્યક્તિની દીકરી પર બળાત્કાર ગુજારીને વેર વાળ્યું હતુ.

rape

આ ઘટના કોઈ ફિલ્મી પટટથા જેવી લાગે પરંતુ ગુજરાતના એક ગામમાં બનેલી આ ઘટના સાચી છે અને અતિશય શરમજનક છે. ઘટના એવી છે કે ફતેપુરાના આ ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ નરેન્દ્ર ડામોર, અરવિંદ કાન્તિભાઈ ડામોર, બુરસિંગ ડામોર, મૂકેશ ડામોર, દિલીપ વાઘેલા સહિતાન વ્યક્તિઓ ઉમેદવારી નોંધાવનારા વ્યક્તિના ઘેર પહોંચ્યા હતા અને પત્થર મારો કર્યો હતો. આથી ડરી ગયેલી 19 વર્ષીય યુવતી ઘરમાંથી ભાગી હતી, તો આ નરાધમ સાથે આવેલા બૂરા સિંગ ડામોરે યુવતીને લાકડીઓ મારી હતી અને ત્યાર બાદ અન્ય લોકોએ તેને પકડી રાખતા નરેન્દ્ર ડામોરે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનાની જાણ યુવતીએ પરિવારજનોને કરતા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે તેમજ યુવતીને દાહોદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. જો કે આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. અને સમાજની આંખ ઉગાડવા માટે પણ આ ઘટના મહત્વની છે કે જિલ્લા પંચાયતથી માંડીને સત્તામાં કોઈ પણ સ્થાને બેઠેલા આવા નરાધમો અન્યનું કલ્યાણ કેવી રીતે કરી શકે. જેઓ લોકશાહીમાં કોઈ અન્ય ઉમેદવારને ફોર્મ પણ ભરવા દેતા નથી. તેવા વ્યક્તિઓને સત્તા પર રાખીને ફાયદો શું? રાજકારણ સમાજ સેવા કરવા માટે છે પરંતુ આવા નરાધમો બીજાનો વિકાસ સાંખી ન શકતા એક મહિલાને નિશાન બનાવીને કુર્કમ આચર્યું જે તેઓના મગજની નીચ માનસિકતા દર્શાવે છે.

English summary
daughter raped because fathers filled form of panachayat pramukh
Please Wait while comments are loading...