ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરુદ્ધ આંદોલન ચાલે છે પણ ગુજરાતમાં?
નવસર્જન યાત્રાના ત્રીજા દિવસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છોટા ઉદેપુરથી ખેડા જશે. આ દરમિયાન તેમણે આદિવાસી વિદ્યાર્થીઓ જોડે વાત કરી અદાણી ગ્રુપ પર મોટા આક્ષેપ કર્યા હતા. વધુ વાંચો અહીં.
નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છોટા ઉદેપુરથી પોતાની યાત્રા શરૂ કરી હતી. જે પહેલા તેમણે આદીવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે રોજગાર હાલ એક મોટી સમસ્યા છે. અમારી સરકાર તમને ખાલી ડિગ્રી નહીં પણ નોકરી આપવા માંગે છે. રોજની 30,000 રોજગારીની જરૂરિયાત સામે હાલની મોદી સરકાર ખાલી 450 લોકોને જ રોજગારીની તક પૂરી પાડે છે. વધુમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું કે શિક્ષણને ભાજપ સરકારે વેપાર બનાવી દીધો છે. મળતિયાઓની કોલેજ બનાવી સરકાર ખાલી તમને ડિગ્રી આપે છે નોકરી નહીં.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગુજરાતની આખી સિસ્ટમ જ બદલવા જઇ રહ્યા છે. માટે તેમને ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે તેમના હક્કો હાલની ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને વેચી દીધા છે. સાથે જ આ પ્રસંગે તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે પણ ગુજરાતમાં આ મામલે કોઇ આંદોલન નથી ચાલી રહ્યું તે એક મહત્વનો પ્રશ્ન છે.

નોંધનીય છે કે આજની રાહુલ ગાંધીની નવસર્જન યાત્રામાં તે છોટા ઉદેપુરથી ખેડા જશે. અને વચ્ચે લીમખેડા, દેવગઢ બારિયાં જેવા ગામોની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી સાથે જોડાઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
