For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિક પર દેશવ્યાપી પ્રતિબંધ સામે વેપારીઓની અન્ય વિકલ્પની માંગ

ભારતમાં સરકાર પ્લાસ્ટિક બેગ, કપ અને અન્ય વસ્તુઓ પર દેશ વ્યાપી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં સરકાર પ્લાસ્ટિક બેગ, કપ અને અન્ય વસ્તુઓ પર દેશ વ્યાપી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણતરી થવાને કારણે એક નિદાન તરીકે ખાસ રૂપરેખા તૈયાર કરાઈ છે. એવા સંકેતો મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીની જયંતિ પ્રસંગે પ્લાસ્ટિક સાથે જોડાયેલી 6 આઈટમો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. વર્ષ 2022 સુધી દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પર કામ કરાઈ રહ્યુ છે. હવો તો 'પ્લાસ્ટિક મુક્ત ભારત'નું સ્લોગન પણ સંભળાઈ રહ્યુ છે. સરકારી સંસ્થાઓની કાર્યવાહીના વિરોધમાં ગુજરાતમાં પ્લાસ્ટિક નિર્માતા, વિક્રેતા અને ઉપભોક્તાઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પ્લાસ્ટિકના વેપારીઓનું કહેવું છે કે, બજારમાં પ્લાસ્ટિકની ઘણી માંગ છે જો તેના પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી. સરકાર પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર ઈચ્છે છે તો તે માટે કાગળની પૂર્તિ કરવામાં આવે, જેથી કાગળની થેલીઓ બનાવી શકાય.

પ્લાસ્ટિક પર બેન થતા વૃક્ષો કપાશે

પ્લાસ્ટિક પર બેન થતા વૃક્ષો કપાશે

પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન સાથે જોડાયેલા સભ્યોનું કહેવું છે કે, તેમણે સરકારને ચેતવણી પણ આપી છે. દિવાળીના તહેવાર આવતા જ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ વધી જશે. લોકોને તેની જરૂર પડશે. જો કાગળ ઉપલબ્ધ કરાવવામાં આવે તો અમે તેનો બીજા વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકીશું. જો કે અમારી પાસે કાગળના ઉપયોગ માટે પૂરતા વૃક્ષો નથી. કાગળના ઉપયોગ માટે વૃક્ષો કાપવા પડશે.

પ્લાસ્ટિકનો અન્ય વિકલ્પ

પ્લાસ્ટિકનો અન્ય વિકલ્પ

રાજ્યમાં પ્લાસ્ટિક સામગ્રીના નિર્માતાઓ, વિક્રેતાઓ અને ઉપભોક્તાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 50 માઈક્રોન સુધીના પ્લાસ્ટિક પર પ્રતિબંધની સમસ્યાઓ પર ચર્ચા થઈ રહી છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે શું આપણી પાસે પ્લાસ્ટિક સિવાયનો કોઈ વિકલ્પ છે?

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની બેઠક

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની બેઠક

પ્લાસ્ટિક પર પ્રતિબંધની ચર્ચા માટે હોટલ, રેસ્ટોરન્ટ, એફએમસીજી સેક્ટર, બેકરી, આઈસ્ક્રીમ પાર્લર, ડેરી, મિઠાઈ બનાવનારા પ્રતિનિધિ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રૂીઝ(જીસીસીઆઈ)માં એકત્રિત થયા. જ્યાં 50 માઈક્રોન બનાવનારા પ્રતિનિધી પણ આવ્યા. આ બેઠકમાં 50 માઈક્રોન પ્લાસ્ટિક પ્રતિબંધ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના અમલીકરણ પર સામાન્ય સહમતિ થઈ.

શું તમામ પ્રકારના પ્લાસ્ટિક પર બેન?

શું તમામ પ્રકારના પ્લાસ્ટિક પર બેન?

જીસીસીઆઈમાં કેટલાક લોકો વચ્ચે એ વાતને લઈ ભ્રમ છે કે શું અન્ય પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ દુર્ગેશ બૂચે કહ્યુ કે અમને એવી પણ ફરિયાદ મળી છે કે અધિકારીઓએ તમામ પ્રકારના પ્લાસ્ટિક પર છાપેમારી કરી છે.

વેપારીઓમાં ચિંતા

વેપારીઓમાં ચિંતા

અગત્યની વાત તો એ છે કે પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ઉપભોક્તાને આ માટે કોઈ અન્ય વિકલ્પ આપવો જરૂરી છે. કારણ કે રાજ્યમાં તહેવાર નજીક આવી રહ્યા છે. જેથી પ્લાસ્ટિક ઉત્પાદન કરનારા વેપારીઓ ચિંતામાં છે.

અર્થવ્યવસ્થા પર ખરાબ અસર

અર્થવ્યવસ્થા પર ખરાબ અસર

આ દરમિયાન ભોજન પાર્સલ જેવી લેવડ-દેવડ માટે અન્ય વિકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવી. વેપારીઓની આ બેઠકમાં કહેવાયુ કે દેશની અર્થવ્યવસ્થા ધીમી થઈ રહી છે, ત્યારે આવા પગલાંથી વેપારીઓના આત્મવિશ્વાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને યોગ્ય વિકલ્પ આપ્યા વિના પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવો જોઈએ નહિં.

આ પણ વાંચો: ગુજરાત: દલિત શિક્ષકે ઘડામાંથી પાણી પીધું તો આચાર્યએ થપ્પડ મારી

English summary
Demand for other option of traders against nationwide ban on plastics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X