For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવા માટે ‘મક્કમ', કરી છૂટછાટની માગ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો હોવા છતાં, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આવતા મહિને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા માટે "મક્કમ" છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો હોવા છતાં, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આવતા મહિને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા માટે "મક્કમ" છે, જેના માટે રાજ્ય સરકારે સાત દિવસના સંસર્ગનિષેધ (ક્વોરેન્ટાઇન) ના નિયમમાં કેન્દ્ર પાસેથી છૂટછાટ માગી છે, જેથી "જોખમી" દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઇવેન્ટમાં હાજરી આપી શકે.

vibrant

આ સાથે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટથી રાજ્યને આર્થિક રીતે ફાયદો થશે અને રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં કોવિડની સ્થિતિ "નિયંત્રણ હેઠળ" હોવાનો દાવો કરતા ઋષિકેશ પટેલે આગળ જણાવ્યું હતું કે, હવેથી ફક્ત સંપૂર્ણ રસીવાળા મુલાકાતીઓને જ સરકારી કચેરીઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. PM નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 જાન્યુઆરીથી શરૂ થશે.

આ ઈવેન્ટનો હેતુ રાજ્યમાં રોકાણને આકર્ષવાનો છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટ વિશે કેન્દ્રની સુધારેલી માર્ગદર્શિકા આદેશ આપે છે કે "જોખમી" દેશોના પ્રવાસીઓ જો વાયરસ માટે નકારાત્મક પરીક્ષણ (નેગેટિવ રિપોર્ટ) કરે તો પણ તેઓએ ફરજિયાત સાત દિવસની ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે.

English summary
Demand for relaxation in 7 day quarantine rule for holding 'Gujarat Vibrant Summit'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X