નોટબંધીના પોણા ચાર માસ, ગ્રામીણ બેંકોની હાલત સૌથી કફોડી

Posted By:
Subscribe to Oneindia News

જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા ગત તારીખ 8 નવેમ્બરના રોજ ભારતીય ચલણમાંથી રૂપિયા 500 અને 1000ના દરની નોટોને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદથી આજે પોણા ચાર માસ જેવો સમય વીતી ગયો છે. પરંતુ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતીમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો નથી. ખાસ કરીને ગ્રામીણ બેંકોની બહાર ખેડૂતો દર રોજ રૂપિયા લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.

note


નોંધનીય છે કે જ્યારથી નોટબંધી લાગુ થઇ છે ત્યારથી દેશની પ્રજા અનેક પ્રકારની મુશ્કેલી ભોગવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો શહેરી વિસ્તાર કરતા પણ હાલત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બેંકોમાં પુરતા નાણાં નહીં આવતા હોવાની ફરિયાદ બેંકના મેનેજરો દ્રારા અનેક વાર કરવામાં આવી છે. છેલ્લા 38 દિવસથી ચાલતા નોટબંધીના નિર્ણયના કારણે ધંધા રોજગાર પડી ભાગ્યો છે. જે ધંધામાં રોજનું 10 હજાર રૂપિયાનું વેચાણ કે વકરો થતો હતો તેની જગ્યા પર આ નિર્ણય બાદ માત્ર 20 ટકા જ વકરો જોવા મળ્યો છે. ત્યારે નોટબંધીના નિર્ણયની સીધી અસર ગ્રામ્ય વિસ્તારોમાં પડી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બેંકો ખેડુતોને માત્ર ચાર થી છ હજાર જેવી મામુલી રકમ આપી રહી છે. જ્યારે ખેડુતોને અત્યારે શીયાળુ પાક લેવાનું શરૂ થઈ ગયું હોય આ રકમ તેમને પાયમાલ કરનારી લાગે છે.

રોજ ખેડુતો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોની બહાર લાઈન લગાવી રહ્યાં છે. ખંભાળીયા શહેરમાં આવેલી ગ્રામીણ બેંકની બહર સવારથી ખેડુતો પોતાના રૂપિયા લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તો વળી દર મહિનાની પહેલી તારીખથી પાંચ તારીખ સુધી શહેરમાં આવેલા એટીએમ મશીનોમાં પણ કેશ જોવા મળતી નથી. નોકરીયાત વર્ગનો પગાર પણ પહેલી તારીખે બેંકમાં થઈ ગયો હોવા છતા પણ તે પોતાના રૂપિયા ઉપાડી શકતા નથી.

સરકાર તરફથી ડિજીટલ પેમેન્ટ, કેશલેસ પેમેન્ટ, ભીમ એપ જેવી સુવિધાઓ તો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પણ ગામડાના માણસ તે વાતની સાચી સમજણ પાડવી, તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરતા શીખવવો તે શીખવાડનાર કોઇ નથી. ત્યારે ખેડૂતો જેમને બીજને બીયારણની હાલ તાતી જરૂર છે, તેની મુશ્કેલીને દૂર કરવા રૂપાણી કે મોદી સરકાર પાસે કોઇ તાત્કાલિક હલ છે ખરો?

English summary
Even after 3 and half month of Demonetisation, gujarat farmer are unable to get cash. Read here more.
Please Wait while comments are loading...