દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દુષ્કર્મ પીડિતાના પરિવારની મુલાકાતે

Subscribe to Oneindia News

ભાવનગરના માંડવીમાં પાટીદાર મહિલા પર ગુજારાયેલા બળાત્કાર અને ત્યાર બાદ તેની થયેલી હત્યાની ઘટનામાં રાજકીય પક્ષોએ હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ કર્યું છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ ઘટનામાં રાજકીય પક્ષોએ ભળવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતમાં આવીને પીડિતા પરિવારની મુલાકાત લીધી હતી અને પીડિતાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

manish

જેમાં કનુ કલસરિયા સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પરિવારજનોએ તેમજ ગામ લોકોએ પોતાની વ્યથા મનીષ સિસોદિયાને જણાવી હતી. મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વિકાસનો નહિ પરંતુ ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે. ઘટનાને 25 દિવસ થવા છતા આરોપીઓ આરામથી ફરે છે. દોષીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને પરિવારને ન્યાય મળે તે માટે રાજનાથસિંહને મળીને સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવશે.

English summary
Deputy chief minister manish sisodiya met family of mandvi rape murder case
Please Wait while comments are loading...