For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ગુજરાતના માર્ગ વિકાસે સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

road
ગાંધીનગર, 19 માર્ચ: આંતરમાળખાકીય સવલતોના નિર્માણ થકી ગુજરાતનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં નિર્માણ થયેલા માર્ગેાના કામોએ સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, એમ સુરત (ઉત્તર)ના ધારાસભ્ય અજય ચોકસીએ જણાવ્યું છે. આજે વિધાનસભા ખાતે માર્ગમકાન વિભાગની માંગણીઓને સમર્થન આપતાં અજય ચોકસીએ કહ્યું કે, રાજ્યના માર્ગોના વિકાસ માટે રાજ્ય સરકારે બહુપાંખીયો વ્યૂહ અપનાવીને અનેકવિધ માર્ગોનું નિર્માણ કર્યું છે.

આગામી સમયમાં રાજ્યના પ્રથમ એકસપ્રેસ-વે અમદાવાદ-ધોલેરા ૧૬૦ કિ.મી.ના માર્ગનું નિર્માણ કરવામાં આવશે. સુરત-સચિન-નવસારીને ટવીનસીટી માટે રર કરોડની જોગવાઇ કરી છે. આમ અનેકવિધ નવીનત્તમ માર્ગો માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં અનેકગણી જોગવાઇ કરી છે. ઉપરાંત રૂર્બન પ્લાન્ટમાં રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગ સુવિધા, આદિવાસી પરામાં માર્ગ સુવિધા તેમજ ખાસ અંગભૂત યોજના હેઠળ રપ૦થી ઓછી વસતી ધરાવતા ગામોમાં માર્ગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત લોકભાગીદારી થકી અનેકવિધ કામો હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અન્ય રાજ્યોને રૂા. ૩,૦૦૦થી રૂા. ૧૪,૦૦૦ કરોડ સુધીની સહાય મળે છે. તેની સામે ગુજરાતને માત્ર રૂા. ૧પ૦૧ કરોડની જ સહાય મળે છે. એ જ રીતે રેલવે ઓવરબ્રીજના કામોના નિર્માણ માટે સમયસર મંજૂરીઓ મળતી નથી. ઓવરબ્રીજની આજુબાજુના એપ્રોચ રોડ તૈયાર છે પણ રેલવે તેની મંજૂરી આપતી નથી. આમ કેન્દ્ર દ્વારા સતત ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

English summary
Development way of Gujarat attract world and country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X