
જ્યારે જ્યારે કોંગ્રેસને હાર દેખાય છે ત્યારે ત્યારે મોદી સાહેબને ગાળો આપવાની શરૂઆત કરે છે: દેવેન્દ્ર ફડણવીસજી
ગુજરાત વિધાનસભાની ચૂટંણી કોગ્રેસ દ્વારા જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તેમના પર જે શબ્દોનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે તેને લઇને ભાજપમાં નારાજગી જોવા મળી છે. તેન જવાબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રસને તેમની હાર નજીક દેખાય રહી છે. જ્યારે જ્યારે કોંગ્રેસને હાર દેખાય છે ત્યારે ત્યારે મોદી સાહેબને ગાળો આપવાની શરૂઆત કરે છે. કોંગ્રેસના નેતાઓ વિકાસના આ માડેલ સામે કોઇ મુદા રાખી ન શકતા હોવાથી તેમજ કોંગ્રેસ પાસે કોઇ નેતા કે નીતિ ન હોવાથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઇ મોદી દેશ અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીને ખરાબ ચિતરવાનો કારસો કરે છે.
તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મોદી માટે અપશબ્દો વાપર્યા છે જે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વખોડી કાઢે છે. જે કોંગ્રેસે રામના અસ્તિત્વ ઉપર સવાલો ઉભા કર્યા હતાં ત્યારે કોંગ્રેસ મોદી સાહેબ માટે રાવણ જેવા શબ્દો વાપર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વાપરવામાં આવેલ અપશબ્દોને ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ કોંગ્રેસની નિંદા કરી રહી છે.
કોંગ્રેસે જ્યારે જ્યારે ભાજપા, ગુજરાત અને નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગાળો આપી છે ત્યારે ત્યારે દેશ અને ગુજરાતની જનતાએ મતદાન થકી તેમની ઓકાત બતાવી દીધી છે. ગુજરાતની જનતા સૌથી ઓછો જનમત આપી કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન બતાવી આપશે અને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી સાથે સૌથી વધુ કમળો ગુજરાત વિધાનસભામાં મોકલી આપશે. દિલ્હીથી મફતની રેવડી આપનારાઓ ગુજરાતમાં પગપેસારો કરવા માટે આવ્યાં છે ત્યારે ચૂંટણી પછી ગુજરાતમાંથી એકપણ સીટ લીધા વગર પરત જવાના છે.
ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા મક્કમ છે. ભાજપાની સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં ભવ્ય ગુજરાત, વૈભવશાળી ગુજરાત અને અગ્રેસર ગુજરાત બનાવ્યું છે ત્યારે આવનારા ભાજપાના સુશાસનમાં ગુજરાત ૧ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી સાથે વર્લ્ડ ક્લાસ ગુજરાત બનવા જઇ રહ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૪માં નરેન્દ્રભાઇ મોદી સાહેબે મેટ્રો પ્રોજેક્ટનું સ્વપ્ન જોયું હતું જે આજે પહેલી મેટ્રો ટ્રેનના લોકાર્પણ સાથે પૂર્ણ થયું છે. છેલ્લા ૨૦ વર્ષમાં કૃષિક્ષેત્રે જી.ડી.પી ૯ હજાર કરોડ થી ૨ લાખ કરોડ સુધી લઇ જવાનું કામ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. ભાજપાના સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવાઓ, અને મહિલાઓ માટે જે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તે પુરા કરીને જ રહેશે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તેનાથી વધુ કરે છે. અને એટલા માટેજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ કમળો સૌથી વધુ લીડ સાથે ગુજરાતના તમામ રેકોર્ડ તોડવા જઇ રહી છે.
દેવેન્દ્ર ફડણવીસજીએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું હતું કે, દેશ હોય કે રાજ્ય હોઇ તમામ પક્ષોએ તેમની વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઇએ. નરેન્દ્રભાઇ મોદી દેશના સંવૈદ્યાનિક પદ ઉપર બેઠા છે ત્યારે તેમને ગાળો આપવી એટલે દેશને ગાળો આપવા સમાન છે. ભારત દેશ આજે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વ ફલક ઉપર સ્થાપિત થયો છે. યુ.સી.સી. એ હાલ માત્ર ગોવામાં જ લાગુ છે. યુ.સી.સી. દેશ અને રાજ્યમાં લાગુ કરવા માટે સંવિધાનમાં જોગવાઇ કરવામાં આવી છે અને તેનો અમલ ક્યારે કરવો તે રાજ્યોએ નક્કી કરવાનું છે. દેશના દરેક રાજ્યોની કોઇ ને કોઇ વિશિષ્ટતા હોઇ છે. ક્યો પ્રોજેક્ટ ક્યાં રાજ્યને સોંપવો તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોઇપણ જાતના ભેદભાવ નક્કી કરતાં હોય છે. ભારત દેશ અને ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ થકી આજે વૈશ્વિક વિશેષતા ધરાવતા થયા હોઇ ગુજરાતની જનતા આ વખતે પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાતમાં વિધાનસભામાં મોકલી આપવાના છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.