ધંધુકા-ફેદરા હાઇવે પર ત્રણ કાર વચ્ચે અકસ્માત, 5ના મોત, 10 ઘાયલ
ધંધુકા-ફેદરા હાઇવે પર ત્રણ કાર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 5 ના મોત, 10ને ઈજા.
શનિવારે મોડી રાત્રે ભાવનગર-અમદાવાદ રૂટ પર ધંધુકા-ફેદરા હાઇવે પર ત્રણ કાર વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત થયો હતો. આ ટ્રિપલ કાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું, જ્યારે 10 લોકોને ઇજા થઇ હતી.

ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી આવ્યા હતા અને પોલીસ પણ ત્યાં પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મોટા અકસ્માત અને લોકોની ભીડના કારણે મોડી રાત્રે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.













Click it and Unblock the Notifications
