ચૂંટણી પહેલા ધોરાજીમાં ગધેડાના ગળામાં લાગ્યા આવા પાટિયા!

Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, ત્યારે તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. તેવો બળાપો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો ચૂંટણી સમયે વિવિધ કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિરોધ પણ પોતાની રીતે પોતાનો માર્ગ નીકાળી રહ્યું છે. એક એવી જ ઘટના ધોરાજીમાં જોવા મળી હતી. ધોરાજીના સ્ટેશન રોડ પર નીકળેલા ગદર્ભના ગળામાં એક પાટિયું ટીંગાડેલા હતું, જેના પર લખાયું હતું કે, હું સતાધીશોથી શાણો છું, તેમજ હું ભાજપના સત્તાધીશોને શોધું છુ.' ચૂંટણી આવ્યા પહેલા આવા લખાણો સાથે ગદર્ભની નગરયાત્રા નીકળતા હતી. આ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સૌ કોઇ મોબાઈલ પર આ ગદર્ભના ફોટા પાડી રહ્યા હતા. ગદર્ભની નગરયાત્રા કોના દ્વારા યોજવામાં આવી હતી? તે જાણી શકાયું નથી પરંતુ લોકોએ ગદર્ભની નગરયાત્રાનો આશ્ચર્યની સાથે ભરપૂર આનંદ પણ માણ્યું હતું.

Gujarat

નોંધનીય છે કે, આ પહેલા પણ ધોરાજીમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગંદકી જેવા પ્રશ્નોની અનેક રજૂઆતો અને તે માટેના આવેદનપત્રો પણ સત્તાધીશોને આપ્યા છે. તે ઉપરાંત જનઆક્રોશ રેલી, ધોરાજી બંધ, મહિલાઓ દ્વારા ચક્કાજામ, બેનર વોર, સત્તાધીશોને સદબુદ્ઘિ અર્થે હવન, સહિતના કાર્યક્રમો કર્યા બાદ ધોરાજીમાં ગદર્ભની આ નગરયાત્રા નીકળી હતી. જે બતાવે છે કે જનતા તેના પ્રશ્નોને તેના પ્રતિનિધિઓ સુધી પહોંચાડવા માંગે છે. ત્યારે હાલ તો આ ગર્દભ યાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. 

English summary
Gujarat Assembly Election 2017: People in Dhoraji showed their displeasure towards BJP Government in an unique way. Read here for more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.