શું પીએમ મોદી સુરત રેલી પછી હાર્દિક પટેલને મળશે?

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્રમોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કામોના લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પણ ચાલુ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે બે દિવસીય મુલાકાત દરયાન નારાજ પાટીદારોને મનાવવાનો પણ પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે સુરત ખાતે પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી કિરણ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે.

modi

૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપ દ્વારા ૧૫૦ સીટો પર જીત મેળવશે દાવો કરી રહી છે. પણ ભાજપને ખબર છે અનામતને લઇ પાટીદાર નારાજ છે ૧૫૦ સીટો પર વિજય થવા માટે તેમને પાટીદારોના મતોની જરૂર છે. બીજી બાજુ ગુજરાતને મોડલ રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ લોકસભાના ઈલેક્શનમાં જંગી મતો મેળવી જીત મેળવી હતી. ગુજરાતમાં ભાજપ વધુ સીટો પર હારી જાય તો આડકતરી રીતે અસર ભાજપ, વડા નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ પડી શકે છે. થોડા સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતની મુલાકાતના દોરા પણ વધી ગયા છે. ગુજરાતના દોરા જોતા ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ સીટો પર જીત મેળવવાનો લક્ષ્યાંક પૂરું કરવા માટેની જવાબદારી નરેન્દ્ર મોદી પોતે લઇ લીધી છે તેવું લાગી રહ્યું છે.

Read also : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે SMCએ ૪ થી ૫ કરોડ ખર્ચ્યા!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ -૧૭ એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે સુરતમાં નરેન્દ્ર મોદી ૧૧ કિમીની રેલી કાઢવાના છે. જેમાં મોટા ભાગના પાટીદાર વિસ્તાર માંથી રેલી નીકળશે અને સુરતમાં કતારગામ વિસ્તારમાં પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવામાં આવેલી કિરણ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. સુરત શહેરમાં સૌરાષ્ટ્રના પાટીદારો મોટા પ્રમાણ વસવાટ કરે છે હીરા અને કાપડના ધંધા સાથે સંકળાયેલા છે પાટીદાર અનામત આંદોલન સમય સુરતમાં વસવાટ કરતા નારાજ પાટીદારોને આ થકી મનાવવાનો પ્રયાસ કરશે એમાં કોઈ નવાઈ નથી. જયારે ૧૭ મી એપ્રિલના રોજ બોટાદમાં સૌની યોજનાના કાર્યક્રમ થકી સૌરાષ્ટ્ર ખેડૂત પાટીદારો મનાવવાની પુરતો પ્રયાસ કરશે.

બીજી બાજુ હાર્દિક પટેલ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેળવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાસ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેળવાનો સમય માંગવામાં આવ્યો છે. હાર્દિકના મુજબ જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળશે પાટીદાર અનામત મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરશે અને પાટીદાર અનામત આંદોલન સમય પાટીદારો પર થયેલા અત્યાચારો વિષે જણાવશે. પણ વડા પ્રધાન હાર્દિક પટેલને મળશે કે કેમ તે અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે.

English summary
Did Narendra modi and Hardik Patel Meet during Modi's Surat Visit?
Please Wait while comments are loading...