Video: DESPACITO નું ગુજરાતી વર્ઝન તમે સાંભળ્યું કે નહીં?
લેટિન પોપ સોંગ દેસ્પાસિતો છેલ્લા ઘણા સમયથી યંગસ્ટર્સમાં ખૂબ પોપ્યુલર થયું છે. આ સોંગના લિરિક્સ શું છે તે ભાગ્યે જ કોઇને ખબર હશે, આમ છતાં આ સોંગ તમને દરેક યંગસ્ટરના ફોનમાં જોવા મળશે. હાલમાં જ આ સોંગનું ગુજરાતી વર્ઝન પણ ખૂબ પોપ્યૂલર થઇ રહ્યું છે. ગુજરાતી સિંગર સ્વરા ઓઝાએ ગાયેલ આ સોંગનો યૂટ્યૂબ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
દેસ્પાસિતોના ગુજરાતી વર્ઝનમાં સ્વરાએ ઓરિજિનલ સોંગની ટ્યૂન પર ગુજરાતી શબ્દોનો સુંદર તાલ બેસાડ્યો છે અને તેનો વીડિયો પણ ખૂબ ક્યૂટ છે. અસલ ગુજરાતી ગીતોના કેટલાક શબ્દો અને અત્યારના પોપ કલ્ચરમાં પ્રચલિત ટ્યૂન અને શબ્દોના મિશ્રણ સાથે બનેલ આ ગીત સૌને ખૂબ પસંદ પડી રહ્યું છે. યૂટ્યૂબ પર સ્વરાના આ દેસ્પાસિતો સોંગને અત્યાર સુધીમાં 1.2 મિલિયન વ્યૂ મળી ચૂક્યાં છે. તેણે દેસ્પાસિતો ઉપરાંત અન્ય એક પોપ્યુલર સોંગ 'શેપ ઓફ યુ'નું પણ ગુજરાતી વર્ઝન બનાવ્યું છે.