અહેમદ પટેલના નિવેદન સામે ભાજપના પ્રભારી દિનેશ શર્માનો વળતો પ્રહાર

Subscribe to Oneindia News

રાહુલ ગાંધીની આગામી 21 ડિસેમ્બરે યોજાનારી મહેસાણા રેલી સંદર્ભે અહેમદ પટેલ આજે અમદાવાદમાં આવ્યા હતા અને તેમણે પીએમ મોદી માટે નિવેદન આપ્યુ હતુ. જેના વળતા જવાબમાં ભાજપના પ્રભારી દિનેશ પ્રભારીએ નિવેદન આપ્યુ છે.

dinesh sharma

દિનેશ પ્રભારીએ વળતા જવાબમાં કહ્યુ કે કૉંગ્રેસ બેરોજગાર છે. તે હંમેશા આ પ્રકારના નિવેદન કરે છે. મોદીએ પોતાની તુલના કોઈની સાથે કરી નથી. દરેકનું પોતાનું આગવું સ્થાન હોય છે. નરેન્દ્ર મોદીએ પોતાની સક્ષમતા સાબિત કરી છે. પાટીદારો હમેશા ભાજપ ની સાથે રહ્યા છે પાટીદાર અને ભાજપ અરસપરસ છે.  રાહુલ ગાંધી અને કૉંગ્રેસ ભૂતકાળમાં પ્રયત્ન કર્યા છે પણ કોઈ સફળતા મળી નથી. રાહુલ ગાંધીના પ્રવાસ બાદ ભાજપની લોકપ્રિયતા વધે છે. રાહુલ ગાંધીમાં પરિપક્વતાનો અભાવ છે. વડાપ્રધાન અંગે કોઈ પણ ટિપ્પણી કરતા પહે એ ધ્યાન રાખવું જોઈએ કે તે કોઈ પક્ષના નહીં દેશના પીએમ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એહમદ પટેલે નિવેદન આપ્યુ હતુ કે નોટિબંધીમાં સરકાર દરરોજ નવા ફતવા બહાર પાડે છે. નરેન્દ્ર મોદીને અઢી વર્ષના શાસનમાં લાલબહાદુર શાત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી બાજપાઈ બની જવું છે. એનડીએ સરકારના સમયમાં મોટી ચલણી નોટો અમલમાં આવી છે. સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર સમયમાં પરિસ્થિતિ ખરાબ થશે. અમેરિકા જેવા દેશમાં 100 ટકા કેશલેશ નથી. અહીં બેંકો નથી અને એટીએમ પણ નથી

English summary
dinesh sharma answers for ahemad patel
Please Wait while comments are loading...