For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, 3700 લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ!

સમગ્ર રાજ્યમાં તા.14 અને 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 14 ઓક્ટોબરના રોજ પાટણ એ.પી.એમ.સી શાકમાર્કેટ ખાતે જિલ્લા કક્ષાના 13માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

સમગ્ર રાજ્યમાં તા.14 અને 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 14 ઓક્ટોબરના રોજ પાટણ એ.પી.એમ.સી શાકમાર્કેટ ખાતે જિલ્લા કક્ષાના 13માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં રાજય કક્ષાનાં મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને આયોજીત આજના ગરીબ કલ્યાણ મેળામાં 18 કરોડ 14 લાખથી પણ વધુની રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.

Garib Kalyan Mela

આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાનાં 13 જેટલા વિભાગની જુદી જુદી 41 જેટલી યોજનાઓ હેઠળ 3698 જેટલા લાભાર્થીઓને સહાયના ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને મેળા દરમ્યાન 18 કરોડથી પણ વધુ વ્યક્તિલક્ષી યોજનાઓના લાભ સીધા જ હાથો હાથ આપવામાં આવ્યાં હતાં.

ગરીબ કલ્યાણ મેળામાં રાજય કક્ષાના મંત્રી આર.સી.મકવાણાએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, અહી પધારેલા લાભાર્થીઓને હાથો-હાથ સીઘી જ સહાય આપવામા આવશે. અત્યાર સુધી અનેક જરૂરિયાતમંદ લોકોને આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભ મળ્યા છે. આવનારા દિવસોમાં આ યોજના થકી ગરીબોનાં બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવશે. ત્યારબાદ તેઓએ નર્મદા યોજનાની વાત કરતા જણાવ્યું કે, આ યોજના થકી નર્મદાનાં નીર આજે માત્ર લોકોને પીવા માટે નહી પરંતું સિંચાઈ માટે પણ પ્રાપ્ત થઈ રહ્યાં છે. મંત્રી આર.સી.મકવાણાએ વિવિધ વિભાગના જુદી-જુદી યોજનાઓના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણાએ જણાવ્યું હતુ કે, ગરીબ કલ્યાણ મેળા થકી આજે છેવાડાનો માનવી આત્મનિર્ભર બન્યો છે. આજે લાભાર્થીઓને તેમનાં હકનાં નાણાં સીધા જ તેઓના ખાતામાં આપવામા આવ્યાં છે. આજે જે લાભાર્થીઓને સહાય કિટ મળી છે તેઓ આ કિટનો ઉપયોગ કરે અને આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં સહભાગી થશે.

English summary
District level Garib Kalyan Mela was held in Patan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X