For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2ના 225 પદોને મંજૂરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યીમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજા વર્ગની કર્મચારી શ્રેણીની 225 જગ્યાઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-2)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યી સરકારના પ્રવકતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાં પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અને ગુણોત્સવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચે લાવવા સ્વમૂલ્યાંકન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્‍યા છે.

narendra-modi

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણૂંકો જેવા ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા છે. જેના પરિણામે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર 2.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.

સૌરભ પટેલે જણાવ્યું કે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ મુખ્યમંત્રી સમક્ષ તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યા કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યના 225 તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-2 માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો.

ગુજરાતમાં મુખ્યમંત્રીની પ્રેરણાથી આપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકો (ATVT)ની સંકલ્પના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનું વ્યાપક ફલક વિકસ્યું છે. તાલુકા સ્તરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્યાહન યોજના, ગુણોત્સવ, શાળા આરોગ્ય ચિકિત્સા, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જેવા રાજ્યકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-2)ની 225 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

આ 225 (વર્ગ-2)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાકઓ પૈકી 50 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા 50 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 ની જગ્યાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યવસ્થિત ધોરણે થઇ શકશે.

English summary
District Primary Education Officer Class 2; 225 post approved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X