
ગુજરાતી મસાલા ચા સાથે સમોસા અને ખમણનો લુત્ફ ઉઠાવશે ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પહેલો ભારત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. ટ્રમ્પનો આ પ્રવાસ ઘણી રીતે મહત્વનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આ પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમનો પણ પ્રવાસ કરશે. અમદાવાદ સિટી પોલિસ કમિશ્નર આશિષ ભાટિયાએ આ અંગેની માહિતી આપી છે. ટ્રમ્પ અહીં જ્યારે આવશે તો તેમની સામે નાશ્તા માટે ચા, સમોસા, ખમણ અને કાજૂ કતરી જેવી વસ્તુઓ આપવામાં આવશે. તેમનુ સ્વાગત નાળિયેરના પાણીથી થશે.
વિવિધ પ્રકારની ચા અને કૉર્ન સમોસા
આશ્રમના સેક્રેટરી અમૃત મોદીએ જણાવ્યુ કે ટ્રમ્પ લગભગ 15 મિનિટ માટે આ આશ્રમમાં પસાર કરવાના છે. જે માહિતી આવી રહી છે તે મુજબ ટ્રમ્પને અહીં ઘણા ભારતીય વ્યંજનોનો લુત્ફ ઉઠાવવાનો મોકો મળશે. વેલકમ ડ્રિંક તરીકે ટ્રમ્પને સંતરાનો જ્યુસ કે પછી નાળિયેર પાણી પીરસવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમના સામે ચાની ઘણી વેરાયટિઝ પણ હશે. જેમાં અમેરિકન, ઈગ્લિંશ, અસમ, ગ્રીન અને લેમન ટી શામેલ છે. કુકીઝ ઉપરાંત બ્રોકોલી અને કૉર્ન બટર સમોસા પણ ટ્રમ્પના સ્વાગતમાં પીરસાશે. મિઠાઈ તરીકે એપ્પલ પાઈ, કાજૂ કતરી અને તાજા ફળ પીરસવામાં આવશે. પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સાબરમતી આશ્રમનો પોતાનો પ્રવાસ કેન્સલ કરી શકે છે.
આ પણ વાંચોઃ Trump India Visit: પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમ જશે ડોનાલ્ડ ટ્રમ્પ