ચૂંટણીને લીધે આજથી ડ્રાય ડે, લીકર શોપ માંથી પણ દારૂ નહિ મળે

Subscribe to Oneindia News

હવે વિધાનસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 7મી તારીખથી ચૂંટણી પુરી નહિ થાય ત્યાં સુધી રાજ્યમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પરમિશન વાળી લિકર શોપમાંથી પણ દારૂનું વેચાણ બંધ કરવામાં આવનાર છે. પોલીસ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને લીકર શોપ ધરાવતી હોટેલ ના માલિકો ને જાણ કરવામાં આવી છે.

Gujarat Election

મોહન ઝા એડીજીપી અેડમીન કહે છે કે આ પ્રક્રિયા ને ડ્રાય ડે સિસ્ટમ કહેવામાં આવે છે. જેમાં પરમીશન વાળી લીકર શોપ માંથી દારુના વેચાણ ની પરવાનગી આપવાની બંધ થાય છે સાથોસાથ પરમિશન ધરાવતા લોકો પણ દારૂ પીતા પકડાઈ તો ગુનો બને છે. અને તે માટે ફરિયાદ નોંધી આ અંગે ચૂંટણીપંચને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના કારણે આજથી ગુજરાતમાં ડ્રાય ડે શરૂ થશે.

English summary
dry day due to gujarat assembly elections today. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.