For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદને કારણે ગુજરાતની ઘણી ટ્રેનો કેન્સલ, બરોડા એરપોર્ટ બંધ

હાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ પડ્યો છે, જેને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ પડ્યો છે, જેને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે. અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વલસાડ, સુરત સહીત અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વડોદરામાં બુધવારે ફક્ત 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મળતી માહિતીને કારણે વડોદરામાં ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 6 લોકોની મૌત થઇ ચુકી છે.

ભારે વરસાદને કારણે ગુજરાતમાં ઘણી ટ્રેનો કેન્સલ

હાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વલસાડ, સુરત સહીત અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વડોદરામાં બુધવારે ફક્ત 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. વડોદરામાં ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 6 લોકોની મૌત થઇ ચુકી છે.

ભારે વરસાદના પગલે વડોદરા બેહાલ, 6ના મોત, શાળા કોલેજો બંધભારે વરસાદના પગલે વડોદરા બેહાલ, 6ના મોત, શાળા કોલેજો બંધ

શાળા કોલેજ અને કોર્ટ બધુ બંધ

વરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથઈ બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ વિજય રૂપાણીએ ભારે વરસાદના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સીએમે સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે બે આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. બેઠક દરમિયાન સીએમ રૂપાણીએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે.

ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે

વડોદરામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે વરસાદને કારણે વિષમ પરિસ્થિતિમાંથી બચાવવા માટે એનડીઆરએફ ટીમ ગોઠવવામાં આવી છે. એનડીઆરએફ જવાનો ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થાને લઇ જઈ રહ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસાનુ લો પ્રેશર ગુજરાતમાં સારો વરસાદ કરાવી શકે છે. હવામાન વિભાગે અહીં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, સરકારી આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 58 લાખ હેક્ટરમાં પાક વાવણી થઈ ચૂકી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો માટે લાભકારક રહેશે. જો કે ક્યાંક ક્યાંક મૂસળધાર વરસાદથી સંકટ પણ ઉભુ થઈ શકે છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યાં એનડીઆરએફની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ચોમાસાની સમીક્ષા માટે વેધર વૉચની મીટિંગમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

English summary
Due to heavy rains, many trains canceled in Gujarat, Vadodara Airport closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X