ભાજપ કોર્પોરેટરના પતિએ કરી કોંગ્રેસના કોર્પોરેટરની પીટાઇ

Subscribe to Oneindia News

રાજ્યમાં ચૂંટણી જાહેર થતા જ જાણે સિનેરિયો બદલાઈ રહ્યો હોય તેવી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં જોવા મળી હતી. જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ હિતેશભાઈ જોષીએ કોંગ્રેસના કોર્પોરેટર ગફારભાઈ રિંડાણી સાથે મારા મારી કરી હતી. કાર્યાલયમાં બનેલી આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

BJP

સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક મહિલા ઓફિસમાં આવે છે અને આ બંન્ને જણા વાતચીત કરી રહ્યા છે આસપાસ બીજા લોકો પણ બેઠા છે અને અચાનક કોઈ વાતે મહિલા કોર્પોરેટરનો પતિ કોંગ્રેસના કોર્પોરેટરને મારી બેસે છે અને ત્યાર બાદ બંને જણા વચ્ચે મારામારી થાય છે. મારામારીની ઘટનાની જાણ થતા ભાણવડના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એકત્ર થયા હતા અને કોંગ્રેસના કોર્પોરેટરે પોલીસ બોલાવતા હિતેશભાઈએ તેમની માફી માગી હતી અને વાતનું સમાધાન કર્યુ હતું.

English summary
Dwarka: bjp women corporator husband slapped congress corporator. Read More detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.