For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકાના જતા રસ્તાઓ પર દ્વારિકાધીશનો જયઘોષ ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન

હોળી ધૂળેટી અને શ્રીકૃષ્ણનો સંબંધ અનેરો છે ત્યારે કૃષ્ણ મંદિરોમાં હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવાતો હોય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હોળી ધૂળેટી અને શ્રીકૃષ્ણનો સંબંધ અનેરો છે ત્યારે કૃષ્ણ મંદિરોમાં હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવાતો હોય છે. ફૂલદોલોત્સવની તૈયારી દ્વારકા સહિત તમામ મંદિરોમાં ધૂમધામથી થઈ રહી છે જોકે આસ્થાળું દ્વારકા વિશેષ જતા હોય છે અને ફાગણી પૂનમના દ્વારકાના દર્શનનું આગવું મહત્વ હોવાથી મોટા સંખ્યામાં લોકો ચાલસતા દ્વારિકાધીશના દર્શને પહોંચે છે ત્યારે લોકો પણ યાત્રાળુઓની સેવામાં કેમ્પ લ ગાવીને સેવારત છે આ કેમ્પમાં નાસ્તો, જમાવનું, આરામ કરવાની સુવિધા તેમજ યાત્રાળુઓ માટે ગરમ જમવાની સુવિધાનું આયોજન થઈ રહ્યુ છે અને રસ્તાઓ જય રણછોડ તથા દ્વારિકાધીશની જયના નાદથી ગૂંજી રહ્યા છે.

Dwarka Padyatra

વર્ષોથી દેવ ભૂમિ દ્વારકાના પુરાણ પ્રસિઘ્ધ દ્વારકાધિશના જગત મંદિરમાં પ્રતિવર્ષ ધુળેટીના તહેવારના દિવસે ફુલડોલ ઉજવણી થાય છે, જેમાં ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રઘ્ધાળુઓ દર્શનાથે તેમજ ઉત્સવમાં ભાગ લેવા માટે આવતા હોય છે. અનેક શ્રઘ્ધાળુઓ પોતાના વતનથી પદયાત્રા કરીને દ્વારકા પહોંચતા હોય છે, જે પદયાત્રીઓ માટે ભોજન-વિશ્રાં-ઠંડાપીણા અને મેડિકલ સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના જામનગર શહેર અને જિલ્લા ભરમાં અનેક સ્થળોએ સેવા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદથી તેમજ કચ્છ તરફથી અનેક પદયાત્રીઓ પોતાના સંઘ સાથે દ્વારકા તરફ જવા માટે જામનગર જિલ્લામાંથી પસાર થાય છે ત્યારે અનેક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા મુખ્ય ધોરીમાર્ગ પર ઠેરઠેર સેવા કેન્દ્રો ઉભા કરાયા છે અને ભોજન વિશ્રાંતિ ચા-પાણી, ઠંડા પીણા અને મેડિકલ સહાય સહિતની વિના મૂલ્યે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે, તમામ સેવા કેન્દ્રો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધમધમતા થયા છે અને હજારોથી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેનો લાભ લઈ રહ્યા છે. પદયાત્રામાં આબાલવૃદ્ધ સહિત તમામ વયના લોકો જોવા મળે છે. દ્વારકા અને અન્ય સ્થળો માટે તંત્ર દ્વારા એસટી બસોની વિશેષ ફાળવણી કરવામાં પણ આવી છે જેથી ચાલતા નજતા લોકો બસની મદદથી જઈ શકે .તો વળી કેટલાક સ્થાનિકો છકડો અને ખાનગી કાર દ્વારા અશક્ત, દિવ્યાંગ કે વૃદ્ધ યાત્રાળુઓને લાવવા લઇ જવાની સેવા આપી રહ્યા છે.

Dwarka Padyatra

તો દ્વારિકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં આવી રહેલા ભક્જતનો માટે દર્શનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તો સારીરીતે ભગવાનના દર્શન કરી શકે. તેમજ સુરક્ષાનો પણ ચંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
English summary
Dwarka Padyatra and seva camp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X