ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈ- બસ સેવાનો પ્રારંભ કરાયો!
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આજથી ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. પંચદેવ મંદિર ગાંધીનગર ખાતેથી મેયર હિતેષ મકવાણા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલ દ્વારા બસને લીલી ઝંડી આપીને બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર પ્રદુષણ મુક્ત પરિવહનના લક્ષ્યાંકને ધ્યાને લઈને મહાનગરપાલિકા અને રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા સ્માર્ટસિટી ડેવલપમેન્ટના સહયોગથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. બન્ને શહેર વચ્ચે કુલ 30 ઇ-બસ શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત હાલ 6 રૂટ પર બસની શરૂઆત કરવામાં આવી છે. આ 6 બસ ગાંધીનગર તથા અમદાવાદના મુખ્ય પિકઅપ પોઇન્ટ કૃષ્ણનગર, ઠકકરનગર, સોનીની ચાલ, ગેલેક્સી, ઇન્દિરા બ્રિજ, પાલડી, અડાલજ, ઘ-રોડ, પથિકાશ્રમ તથા સેક્ટર 28/28ના રૂટ પર ફરશે. આ બસની સુવિધા શરૂ થયેથી અમાદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજ અપડાઉન કરતા મુસાફરોની સગવડતામાં વધારો થશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં ડે. મ્યુનિ. કમિશનર ડૉ. પારૂલ માનસાતા, શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ રૂચિર ભટ્ટ, શહેર મહામંત્રી કનુ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગૌરાંગ પટેલ વોર્ડના કોર્પોરેટરશ્રી પદમસિંહ ચૌહાણ, કૈલાશ સુતરિયા, કિંજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

Click it and Unblock the Notifications