ગુજરાત ચૂંટણી: 'પપ્પુ' પર લાગી રોક, પરેશ રાવલે કરી મશ્કરી!

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 'પપ્પુ' શબ્દ પર રોક લગાવવામાં આવી છે. થોડા સમય પહેલાં જ એક એડમાં આ શબ્દ દ્વારા ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી પંચ અનુસાર, આ મર્યાદાની વિરુદ્ધ છે અને તેમણે જાહેરાતમાંથી આ શબ્દ કાઢવાનું પણ જણાવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા આ આદેશ એવી જાહેરાતો માટે આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરવામાં આવનાર હોય. પરંતુ કોઇને પણ વ્યક્તિગત ટિપ્પણી કરતા ન રોકી શકાય. આથી ચૂંટણી પંચના આ આદેશ બાદ લોકપ્રિય બોલિવૂડ અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલે એક મશ્કરીભર્યું અને રમૂજી ટ્વીટ કર્યું છે.

Paresh Rawal

તેમણે ટ્વીટમાં લખ્યું પ.પુ.રાહુલ ભાઇ... તેમણે હિંદીમાં લખેલ આ ટ્વીટ બાદ તો સોશ્યલ મીડિયા પર લોકોએ અનેક રમૂજી ટિપ્પણી કરી છે. લોકોએ પોતાના મન અનુસાર આ શબ્દની વ્યખ્યા કરવાનું શરૂ કરી દીધું છે. કોઇએ તો એમ પણ કહ્યું કે, તમે પ.પુ.ની જગ્યાએ પીડી લખી શકો છો. ઉલ્લેખનીય છે કે, પીડી રાહુલ ગાંધીના પાળતુ કૂતરાનું નામ છે અને જ્યારે રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ કોણ હેન્ડલ કરે છે, એ અંગે સવાલો થયા ત્યારે તેમણે પીડીનો એક રમૂજી વીડિયો પોસ્ટ કરતાં વ્યંગાત્મક જવાબ આપ્યો હતો.

મીડિયા કમિટિએ આપ્યો હતો આદેશ

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, મીડિયા કમિટિએ 'પપ્પુ' શબ્દને રાહુલ ગાંધી માટે અપમાનજનક ગણાવતા તેને ખસેડવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, કોઇ પણ જાહેરાતની સ્ક્રિપ્ટ લખાયા બાદ તેના ફિલ્માંકન પહેલા સ્ક્રિપ્ટ ચૂંટણી પંચની મીડિયા કમિટિને બતાવવાની રહે છે અને તેમની મંજૂરી લેવામાં આવે છે.

English summary
EC Bars Gujarat BJP From Using ‘Pappu’ in Electronic Ad, After This Read Paresh Rawal Funny Tweets and Social Media Reactions.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.