For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલમાં 70 અને કપાસિયા તેલમાં 110 રૂપિયાનો ભાવ વધારો

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ભાવ વધારા સાથે સિંગતેલ અને કપાસિયા તેલ 2500 રૂપિયાને પાર પહોંચી ગયુ છે જેના કારણે ગૃહિણીઓની બજેટ ખોરવાયુ છે. બે દિવસ પહેલા જ સિંગતેલ અને કપાસિયાના તેલ ઉપર 40થી 50 રૂપિયાનો વધારો થયો હતો ત્યારબાદ ફરીથી વધારો કરવામાં આવ્યો છે.

oil

રશિયા-યુક્રેન યુદ્ધ, સટ્ટાખોરી, નફાખોરીના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2500ને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે સિંગતેલના એક ડબ્બાનો ભાવ 2450 રૂપિયા હતો જેમાં આજે એક ઝાટકે 70 રૂપિયાનો વધારો થયો છે એટલે ડબ્બાનો ભાવ 2520 થઈ ગયો છે. એ જ રીતે કપાસિયા તેલનો ભાવ 2440 હતો જે આજે 2550 થઈ ગયો છે.

સિંગતેલ કરતા કપાસિયા તેલનો ભાવ વધુ વધ્યો છે. સિંગતેલના ભાવ વધતા લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો થય છે. ઉલ્લેખનીય છે કે એક તરફ બારમાસીની સિઝન શરુ થઈ ગઈ છે અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યા છે ત્યારે ખાદ્યતેલનો ભાવવધારો થતા લોકોના બજેટ પર અસર થઈ રહી છે.

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવમાં વધારા પછી હવે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા છે. બીજી તરફ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

English summary
Edible oil prices has gone up in just two days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X