કોંગ્રેસની ચા વાળો ટ્વિટ પર સુરત ભાજપે કર્યો ચા વેંચી વિરોધ
સોશ્યલ મીડિયાની લડાઈ આવી રસ્તા પર, બીજેપીના કાર્યકરો કીટલી લઇને પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય. આ સમાચાર અંગે વધુ વિગતવાર જાણો અહીં.
હાઇટેક જમાના સાથે ચૂંટણીઓ પણ હાઇટેક બની છે તેથી સભાઓમાં એકબીજા પર આરોપ લગાવતા રાજકારણીઓ અને તેમના સમર્થકો હવે સોશ્યિલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે હાલમાં યુથ કોંગ્રેસના મેગેઝિનના યુવા દેશના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ થયેલી એક તસવીર પર વિવાદ સર્જાયો છે. આ ટ્વિટમાં પીએમ મોદી પર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે આવા જ એક મીમ બાબતે સુરત બીજેપીના કાર્યકરોનો રોષ ફાટ્યો હતો અને તેઓ વિરોધ કરવા માટે ચાની કીટલીઓ લઇને કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ગયા હતા.

વિપક્ષે એવું મીમ બનાવ્યં હતું જેમાં નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે તમે જોયું વિપક્ષ મારા કેવા કેવા મેમે બનાવે છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે તેને મીમ કહે છે તો થેરેસા મે મોદી સામે જોઈને કહતા હોય છે કે તું ચા વેચ.પ્રધાનમંત્રીનું આ રીતે અપમાન થતું જોતા બીજેપી કાર્યકરો ભડક્યા હતા.અને સુરતમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ચા લઈને કોંગ્રેસના કાર્યાલય પહોંચી ગયા હતા. અને ભારે હોબાળો મચાવ્યો હતો. તે દરમિયાન ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.












Click it and Unblock the Notifications
