ચૂંટણી પંચ આજે ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર કરશે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પર આજે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી હતી. પણ ત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરવામાં નહતી આવી. ત્યારે આ મામલે લાંબા સમયથી વિવાદ થઇ રહ્યો છે. અને કોંગ્રેસ જેવા વિપક્ષની માંગ છે કે જલ્દી જ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ મામલે રાહુલ ગાંધી, પી.ચિદંમ્બરમ અને ભરત સિંહ સોલંકીએ ચૂંટણી પંચ પર ચોટદાર આરોપો કર્યા છે. વધુમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસની આ વાતનું સમર્થન કરતા ગુજરાતમાં જલ્દી જ ચૂંટણી થાય તેવી માંગણી કરી હતી.

Election commission

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટો છે. જેમાંથી હાલ ભાજપ પાસે 118 સીટો છે અને કોંગ્રેસ પાસે 42 સીટો. વધુમાં એનસીપીની 2 અને જેડીયૂની એક સીટ પણ છે. તો બીજી તરફ ચૂંટણી પહેલા જ ચેસના ખેલની જેમ ભાજપ અને કોંગ્રેસ એક એકની લીડ છે. એક બાજુ જ્યાં ભાજપ હાર્દિક પટેલના બે નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે. ત્યાં જ કોંગ્રેસને અલ્પેશ ઠાકોરનો સાથ મળ્યો છે. વધુમાં ભાજપ પર 1 કરોડ આપી ઉમેદવાર ખરીદવાનો આરોપ પણ લાગ્યો છે. આમ ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના સામ સામે આક્ષેપોથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થવાની આજે સંભાવનાઓ પ્રબળ છે.

English summary
Election commission to announce thew Gujarata Assembly election date today.
Please Wait while comments are loading...