For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટાચૂંટણીઓ માટે ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન, જુઓ ફેરફાર

કોરોના વાયરસ મહામારી દરમિયાન કઈ રીતે ચૂંટણી કરાવવામાં આવશે અને રાજકીય પક્ષોએ શું સાવચેતીઓ રાખવાની રહેશે તેના માટે ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી દરમિયાન કઈ રીતે ચૂંટણી કરાવવામાં આવશે અને રાજકીય પક્ષોએ શું સાવચેતીઓ રાખવાની રહેશે તેના માટે ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. શુક્રવારે પંચ તરફથી વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે જનરલ ઈલેક્શન કે પેટા ચૂંટણી હવે કઈ રીતે કરાવવામાં આવશે. આમાં ફોર્મ ભરવાથી લઈને મતદાન સુધીની પ્રક્રિયા વિશે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. એક મહત્વની વાત આમાં એ છે કે હવે ઉમેદવાર ઑનલાઈન પોતાનુ નામાંકન કરી શકશે.

પહેલી વાર ઑનલાઈન ફોર્મ

પહેલી વાર ઑનલાઈન ફોર્મ

કોરોના સંકટ દરમિયાન બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જે વિશે ચૂંટણી પંચે સૂચનો માંગ્યા હતા અને વિસ્તૃત માહિતી અને વ્યાપક ગાઈડલાઈન જારી કરવાની વાત કહી હતી જેથી રાજકીય પક્ષો સામે દુવિધા ન રહે. આજે પંચ તરફથી ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે. પંચે કોરોના સંકટને જોતા ઉમેદવારોને ઑનલાઈન ફોર્મ ભરવા અને જામીનની રકમ પણ ઑનલાઈન જમા કરાવવાની સુવિધા આપી છે. પહેલા આવી કોઈ સુવિધા નહોતી. ઉમેદવાર અને રાજકીય પક્ષોએ ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્કેનર, હાથમોજાનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવાનો રહેશે. સાથે જ સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોનુ પાલન પણ કરવાનુ રહેશે.

પોસ્ટલ બેલેટની સુવિધા વધારી

પોસ્ટલ બેલેટની સુવિધા વધારી

ચૂંટણી પંચ તરફથી જારી દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટલ બેલેટની સુવિધા એ લોકો સુધી વધારી દેવામાં આવી છે જે દિવ્યાંગ તરીકે ચિહ્નિત છે. આ ઉપરાંત 80 વર્ષથી વધુ વયના લોકો, અધિસૂચિત જરૂરી સેવાઓમાં કાર્યરત લોકો પણ આનો ઉપયોગ કરી શકશે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોને પણ પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.

સભાઓની મંજૂરી ગૃહ મંત્રાલયના નિર્દેશો મુજબ

સભાઓની મંજૂરી ગૃહ મંત્રાલયના નિર્દેશો મુજબ

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ડોર ટુ ડોર કેમ્પેઈનિંગ માટે ઉમેદવાર સાથે વધુમાં વધુ પાંચ લોકો સાથે હોઈ શકે છે પરંતુ સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખીને. વળી, સાર્વજનિક સભાઓ અને રોડ શો માટે મંજૂરી ગૃહ મંત્રાલયના નિર્દેશો મુજબ મળશે.

મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની અનુમતિ ન આપી શકાયઃ SC મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની અનુમતિ ન આપી શકાયઃ SC

English summary
Election Commission issues guidelines for the conduct of elections during Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X