કેશુભાઇને નોટિસ, અર્જૂન મોઢવાડિયાને પંચનો ઠપકો

આ બધાની વચ્ચે કેશુભાઇ પટેલને ચૂંટણી પંચ દ્વારા શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. પાયલોટ ગાડીનો ઉપયોગ કરવા બદલ અને સાયરન વગાડવા બદલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ બે દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને ઠપકો આપવામાં આવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વાનર કહ્યા હતા. જે બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જે સબબ મોઢવાડિયાને ઠપકો આપવામાં આવ્યો છે. અર્જુન મોઢવાડિયા પોરબંદર ખાતેથી ઉમેદવાર છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ છે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથણ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતની બેઠકો પર શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં 87 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો અને અમદાવાદની 8 બેઠકો છે. વજુભાઇ વાળા, પુરષોત્તમ સોલંકી, બાવકુ ઉઘાડ સહિતના નેતાઓએ મતદાન કર્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પ્રથમ ચરણ પોતાની જીતના દાવ કરી રહ્યાં છે. શંકાસ્પદ મતદાન બુથો પર સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
