For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી દાવ : ગુજરાત સરકારના પાર્ટ ટાઇમ કર્મચારીઓનો પગાર વધશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 ઓગસ્ટ : ગુજરાતમાં પેટા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી દાવ ખેલતા ભાજપની આગેવાનીવાળી ગુજરાત સરકારે તેના પાર્ટ ટાઇમ કર્મચારીઓને ખુશ કરવા માટે પગાર વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

જો કે આ પગલાં પર અમલ હાઇકોર્ટના આદેશને પગલે કરવામાં આવશે. રાજ્ય સરકારમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓ માટે આનંદના સમાચાર આપતા હાઈકોર્ટે પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓનો પગાર વધારાનો આદેશ કર્યો હતો.

gujarat-high-court-1

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચરીઓના પગારમાં વધારો કરવા આદેશ કર્યો છે. લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન ચુકવવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. જેમાં લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન ચુકવવાના રાજ્ય સરકારના નિર્ણયને કોર્ટે વખોડી કાઢયો હતો. આ સાથે પાર્ટ ટાઇમ કર્મચારીઓના પગાર વધારવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજીને ફગાવી હતી. એક જાહેર હિતની અરજીના પગલે કોર્ટે સરકારના વિભાગોને નોટિસ પાઠવી હતી અને ખુલાસો કરવા આદેશ કર્યો હતો. પ્રાથમિક સુનાવણી દરમિયાન કોર્ટે ટાંક્યુ હતું કે, લઘુત્તમ વેતનથી પણ ઓછા નાણા ચૂકવીને રાજ્ય સરકાર લોકોનું શોષણ કરી રહી છે.

English summary
Election propaganda : Gujarat government will hike salary of part time employees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X