For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 30 જિલ્લાના 2409 ગામોમાં ખેડૂત સર્વોદય યોજનાથી પૂરી પાડવામાં આવશે વીજળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 30 જિલ્લાઓના 2409 વધુ ગામોમાં દિવસે વિજળી પૂરી પાડવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 30 જિલ્લાઓના 2409 વધુ ગામોમાં દિવસે વિજળી પૂરી પાડવામાં આવશે. આ ઘોષણા ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કરી છે. પટેલે જણાવ્યુ કે આ વિજળી ખેડૂત સૂર્યોદય યોજના હેઠળ આપવામાં આવશે. જેના પહેલા ફેઝમાં દાહોદ, જૂનાગઢ અને ગિર સોમનાથના 1055 ગામોમાં એક લાખ લોકો લાભાન્વિત થઈ ચૂક્યા છે. હવે આગામી સમયમાં રાજ્યના અન્ય બધા ખેડૂતોને પણ આના દ્વારા દિવસમાં વિજળી આપૂર્તિ કરવાની યોજના છે.

electricity

ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યુ કે ગયા 24 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢથી 3500 કરોડ રૂપિયાની આ યોજનાની શરૂઆત કરાવી હતી. અમારી સરકાર ખેડૂતોને દિવસમાં વીજળી આપૂર્તિ કરવાનો આ મહત્વનો નિર્ણય છે. મંત્રીએ કહ્યુ કે નવા વર્ષાં 3 જાન્યુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથના ઉના, 5 જાન્યુઆરીએ અરવલ્લીની બાયજ અને 7 જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના તિલકવાડા અને 9 જાન્યુઆરીએ મહીસાગરના લુણાવાડામાં આ મહત્વાકાંક્ષી ખેડૂત સૂર્યોદય યોજનાની શરૂઆત કરાવશે. વળી, બીજા ફેઝમાં રાજ્યના 30 જિલ્લાના 150 તાલુકાના 2409 ગામોના લગભગ 1.90 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપૂર્તિ કરાવવામાં આવશે. ગુજરાતમાં વર્તમાન સમયમાં 153 ગ્રુપ છે જેમાંથી અડધા ગ્રુપમાં દિવસે અને અડધા ગ્રુપમાં રાતે વિજળી પૂરી પાડવામાં આવી રહી છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

સરકાર હવે સવારે 5 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વિજળી આપૂર્તિ કરાવશે. ઉર્જા મંત્રી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં વર્તમાન સમયમાં 17.25 લાખથી વધુ કૃષિ વિદ્યુત ગ્રાહકો છે જેને 153 જૂથ હેઠળ 8400થી વધુ 11 કિલોવૉટના કૃષિ ફીડરો દ્વારા વીજળી આપવામાં આવે છે. આ જૂથોને 24 કલાકમાં 3 શિફ્ટમાં થ્રી-ફેઝ લાઈટ પહોંચાડવામાં આવે છે અને 24 કલાક સિંગલ ફેઝથી વીજળીની આપૂર્તિ થાય છે.

મંત્રીએ દાવો કર્યો કે, 'આવતા ત્રણ વર્ષોમાં સરકાર રાજ્યભરમાં ખેડૂતોને દિવસે વીજળી આપૂર્તિ કરી દેશે. વર્ષ 2020-21ના બજેટમાં આના માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આગામી સમયમાં 520 કરોડ રૂપિયાની કિંમતે 11 નવા 220 કિલોવૉટના સબ સ્ટેશન 244.94 કરોડ રૂપિયાની કિંમતે 254 નવા 220/132/66 કિલોવૉટની લાઈન લાગશે.'

અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે રેકૉર્ડ કર્યુ સોંગઃ PICSઅમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે રેકૉર્ડ કર્યુ સોંગઃ PICS

English summary
Electricity will be provided at 2409 more villages in Gujarat under Kisan Sarvodaya Yojana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X