એન્જિનિયરિંગ અને ફાર્મસી ફેકલ્ટીમાં પ્રવેશ માટે ૨૩મી એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવ્યા અનુસાર ગુજકેટની પરીક્ષા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ ૨૩મી એપ્રિલે રાજયભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. ઈજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ એ.બી. અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

gujarat samachar

નોંધનીય છે કે રાજય સરકારે ગત વર્ષથી ઈજનેરી અને ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લાગુ કરી દીધી છે ત્યારે આ વર્ષે ૨૩મી એપ્રિલ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૬ દરમિયાનનો રહેશે તેમજ રાજયના વિવિધ જીલ્લા કેન્દ્રો પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકસે

એ. બી. અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ચાર વિષયમાં પરીક્ષા લેવાશે. જેમાં ફીઝીકસ અને કેમેસ્ટ્રીનું સંયુકત પેપર હશે જેમાં બંને વિષયના ૪૦-૪૦ પ્રશ્નો ૪૦-૪૦ ગુણના હશે અને કુલ મળીને ૮૦ પ્રશ્નો સાથેનું ૮૦ માર્કનું પેપર હશે.

જયારે બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ હશે જેમાં પણ ૪૦-૪૦ પ્રશ્નો રહેશે અને જેના ગુણ પણ ૪૦-૪૦ રહેશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ના અભ્યાસક્રમ આધારીત ગુજકેટનો અભ્યાસ ક્રમ રહેશે. વિદ્યાર્થીઓને અગાઉના સમયમાં કેન્દ્રો તેમજ રિસીપ્ટ અંગેની માહિતી પણ આપવામાં આવશે.

English summary
Engineering and pharmacy pharmacy entrance exam date

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.