અમદાવાદીઓ ડિસેમ્બર એન્ડિંગમાં માણી શકશે વિવિધ રસપ્રદ કાર્યક્રમો

Subscribe to Oneindia News

ડિસેમ્બર એન્ડિંગ બધા માટે ખાસ હોય છે વર્ષ પૂરૂ થવાનો થાક અને નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ હોય છે. ત્યારે અમદાવાદમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે શહેરીજનોને તેમના રસ રૂચિ પ્રમાણે આનંદ આપશે. સાહિત્ય રસિકો માટે લિટરેચર ફેસ્ટિવલ તો સંસ્કૃતિને માણવાના શોખીનો માટે આદિવાસી મેળો, વાચક રસિકો માટે ગૂજરાત વિદ્યાપીઠમાં પુસ્તક મેળો જ્યારે યુવાનો માટે કાંકરિયા કાર્નિવલ, તો ખાણીપીણીના ચટાકિયાઓ માટે ફૂડ ફેસ્ટિવલ પણ યોજવામાં આવ્યા છે. જે તમારા વીકેન્ડ સુધારી દેશે. ત્યારે 31મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં જ પાંચ મોટી ઇવેન્ટ થઇ રહી છે. આ તમામ ઇવેન્ટ તમારા વીકેન્ડની સાથે સાથે વર્ષના છેલ્લા દિવસોની મજાને બવેડી કરશે.

Adivasi

ત્યારે 31 ડિસેમ્બર સુધી અમદાવાદમાં સૌથી મોટી 5 ઈવેન્ટ વધુ જાણીકારી જાણો અહીં

1. આદિવાસી નૃત્ય અને હસ્તકલા...

જો તમે આદિવાસી ડાન્સ જોવા અથવા તો આદિવાસી હસ્તકલાથી બનેલી વસ્તુ ખરીદવા કે જોવા માંગો છો તો વસ્ત્રાપુર હાટ ખાતે 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીમાં આંટો મારી આવજો.
ડાન્સનો સમય રોજ રાત્રે 8 થી 9 છે.

2. પુસ્તક મેળો

ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદિત પુસ્તકમેળાનું આયોજન થયું છે અહીં એકદમ સસ્તા ભાવમાં સારા પુસ્તકો 24 ડિસેમ્બર, રવિવાર સુધીમાં જોઈ અને ખરીદી શકાશે.

3. સાત્વીક ફૂડ ફેસ્ટિવલ

સૃષ્ટી સંસ્થા દ્વારા AEC ગ્રાઉન્ડ ખાતે 23થી 25 ડિસેમ્બર દરમિયાન સાત્વીક ફૂડ ફેસ્ટિવલ યોજાશે જેની એન્ટ્રી ફી 30 રુપિયા છે પણ અહીં એક વખત જવા જેવું છે. ભારતભરની જુની વાનગીઓનો ટેસ્ટ કરવા અહીં મળશે.

Ahmedabad

4. કાંકરીયા કાર્નિવલ

કાંકરીયા તળાવ ખાતે 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાશે જે અમદાવાદનું સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેતુ હોય છે.

5. નેશનલ સાયન્સ કોંગ્રેસ

સાયન્સ સીટી ખાતે 27થી 31 ડિસેમ્બર દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના 850 પ્રોજેક્ટ રજૂ થશે જેમાં ભારત ઉપરાંત 10 દેશોના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે.

Gujarat

6. લિટરેચર ફેસ્ટિવલ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વસ્ત્રાપુર ખાતે 23-24 ડિસેમ્બરે હેરિટેજ થીમ પર લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થશે.

English summary
Events in Ahmedabad : Before 31st December enjoy this 5 events during weekend.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.