જ્યારે વડોદરાની પાર્ટીમાં નશામાં ડૂબેલા મળ્યા ચિરાયુ આમીન

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત જેવા કહેવાતા "ડ્રાય સ્ટેટ"માં, વડોદરામાં જ્યારે ગુરુવારે રાતે હાઇ પ્રોફાઇલ પાર્ટી, દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો. ત્યારે આ પાર્ટીમાંથી અનેક જાણીતા બિઝનેસમેન, મહિલાઓ અને વીવીઆઇપી લોકો મળી આવ્યા.

vadodara

ગુજરાત પોલિસે છાપો મારી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો તો પકડ્યો જ સાથે જ 200થી વધુ લોકોની પણ ધરપકડ થઇ. જો કે મીડિયા રિપોર્ટ મુજબ દારૂની આ હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ કમિશ્નર ચિરાયુ આમીન પણ ઝડપાયા હતા.

chirayu amin

જાણકારી મુજબ બાતમીના આધારે અખંડ ફાર્મહાઉસમાં વડોદરા પોલિસે જ્યારે છાપો માર્યો ત્યારે હાજર વીવીઆઇપી લોકોએ પોલિસ પર પોતાના પ્રભાવ બતાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. પણ મીડિયા સમક્ષ નશામાં ચકચૂર ચિરાયુ આમીન આવી ગયા હતા. જે બાદ મીડિયા ઘેરાવો કરતા પોલિસે તેમને પકડી પાડ્યા હતા. પણ પાછળથી તેમને જમાનત મળતા છોડી મૂકવામાં આવ્યા હતા.

daru

કોણ છે ચિરાયુ આમીન
નોંધનીય છે કે ચિરાયુ આમીન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ માંથી એક છે. તે ફાર્માસ્યુટિકલ ગ્રુપ અલેમ્બિક લિમિટેડના ચેરમેન છે. જેમની કંપનીનો ટર્નઓવર જ 1200 કરોડ રૂપિયા છે. આઇપીએલ કમિશ્નર સિવાય તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના વાઇસ પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે.

vadodara

પોલિસે કબજે કરી મોંધીદાટ કારો
નોંધનીય છે કે આ તમામ લોકોને હાલમાં લાગુ કરવામાં આવેલા દારૂબંધીના નવા નિયમો હેઠળ સજા આપવામાં આવશે. જો તેમની પર આ આક્ષેપ સાચો સાબિત થયો તો. વધુમાં પોલિસે ફાર્મહાઉસ પરથી 70 થી 80 જેટલી વૈભવી કારા પર પોતાના કબજે કરી છે.

car
English summary
Vadodara police, in a major crackdown, has seized Rs 1.10 crore worth IMFL and detained 261 persons, including ex-IPL Chairman Chirayu Amin, on Friday.
Please Wait while comments are loading...