વડોદરા દારૂ મહેફિલ કેસમાં ચિરાયુ આમીનનો ટેસ્ટ પોઝિટવ આવ્યો

Posted By:
Subscribe to Oneindia News

વડોદરામાં 22 ડિસેમ્બરના રોજ ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નની પાર્ટીમાં અનેક જાણીતા ઉદ્યોગપતિઓ અને વીવીઆઇપી મહેમાનો ખુલ્લે આમ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. આ કેસમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ કમિશ્નર અને જાણીતા વેપારી ચિરાયુ આમીનનું નામ પણ બહાર આવ્યું હતું.

chirayu

અખંડ ફાર્મહાઉસમાં પાછલા બારણે ભાગી જતા ચિરાયુને મીડિયા કર્મીઓ પકડી પાડ્યા હતા જે બાદ તેમની પોલિસ જીપમાં પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ કેસમાં કેટલા લોકો આ પાર્ટીમાં દારૂ પીધો હતો તેના મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં ચિરાયુ આમીનના રિપોર્ટ પણ પોઝિટવ આવ્યા છે. જે હવે તેમને ગુજરાતના દારૂબંધીના નવા નિયમો મુજબ આરોપ અને સજા મળે તેવી સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે આ કેસમાં કુસ 246 લોકોના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. અને તેમાંથી 143 લોકોના બલ્ડ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે 103 લોકોના બ્લડ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. વધુમાં આ કેસમાં અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Ex IPL chairman Chirayu Amin report came positive in Vadodara vip liquor party.
Please Wait while comments are loading...