ગુજરાતના પોરબંદરમાં ફટાકડાના કારણે થયો ધમાકો, નેવીએ કહ્યું

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના પોરબંદરમાં આવેલ ભારતીય નેવી બેઝ પર ધમાકો થયાના અહેવાલ આવ્યા હતા જેમાં નેવી દ્વારા સ્પષ્ટતા આપતા જણાવાયું છે કે નેવી બેઝ પર જે ધમાકાનો અવાજ આવ્યો હતો તે ખરેખરમાં ફટાકડા હતા. ભારતીય નેવીનું કહેવું છે કે પોરબંદરના બેઝ પર ડેપ્લોયડ આઇએનએસ સરદાર પટેલ પર ધમકાના અવાજો ફટાકડાના કારણે સર્જાયા હતા

explosion at probandar navel base gujarat

નોંધનીય છે કે ભારત દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક પછી ગુજરાત હાઇ એલર્ટ પર છે. અને ગત દિવસોમાં ત્રણ વાર પાકિસ્તાનની નાવ પકડાઇ છે. વળી આઈએસઆઇએસ દ્રારકા જેવા ગુજરાતના જાણીતા મંદિરો પર નજર બનાવી રહ્યું છે તેવા પણ સમાચારો ગુપ્તચર એજન્સી દ્વારા મળ્યા છે. જેને જોતા રાજ્ય ભરમાં સઘન પોલિસ વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
explosion at probandar navel base gujarat due to firecracker.
Please Wait while comments are loading...