ગુજરાતના પ્રખ્યાત શાયર જલન માતરીનું નિધન,આજે અંતિમ સંસ્કાર

Subscribe to Oneindia News

ગુજરાતના પ્રખ્યાત શાયર જલન માતરીનું 83 વર્ષની ઉંમરે અમદાવાદનાં રાયખડ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષની ઉંમરના હતા. આ દિગ્ગજ શાયરને છેલ્લા કેટલાક મહિનાઓથી શ્વાસની તકલીફ હતી. બાથરૂમમાં અશક્તિનાં કારણે પડી ગયા બાદ ઈજાગ્રસ્ત થયેલ જલન માતરીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું છે. જલન માતરીના અંતિમ સંસ્કાર આજે તેમના વતન ખેડા પાસેના માતર ગામે કરવામાં આવશે.

Jalan

કવિ જલન માતરીનું આખું નામ અલવી જલાલુદ્દીન અઆદુદ્દીન હતું તેમના પિતા તેમને પ્રેમથી જલાલ કહીને બોલાવતા હતા. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ચૂકેલા આ શાયર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હતા અન હાલમાં નિવૃત જીવન ગાળી રહ્યા હતા. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934માં મધ્ય ગુજરાતના ખેડાના માતર ગામે થયો હતો. આથી તેઓ પોતાના તખ્ખુલસ જલન સાથે પોતાના વતન માતરને જોડીન જલન માતરી નામ લખતા હતા.

જલન માતરીના કેટલાક એવા શેર જે ખૂબ જાણીતા હતા.

કયામતની રાહ એટલે જોઉં છું,

કે ત્યાં તો 'જલન’ મારી માં પણ હશે.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન’,

જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

      -જલન માતરી લિખિત ગઝલ


નહી આવે....

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;

હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;

સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,

નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,

તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,

ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું 'જલન’ નહીંતર,

લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,

’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

- 'જલન’ માતરી

English summary
famous gujarati shayar jalan matri is no more. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.