For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીજ પુરવઠા અંગે ખેડૂતોનું આંદોલન ઉગ્ર, ખેડૂતોએ કર્યો વિરોધ, ધારાસભ્યે ઉતાર્યા કપડા

ખેતીને અપાતા વીજ પુરવઠામાં મૂકવામાં આવેલા કાપને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને ખેડૂતો રાજ્ય સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલ રાજ્યમાં ઉનાળાની ઋતુની શરૂઆત છે. ત્યારે ઉનાળામાં ખેડૂતોને પાકો પાણી પીવડાવવાની વધુ જરૂરિયાત રહે છે. આવા સમયે ખેતીને અપાતા વીજ પુરવઠામાં મૂકવામાં આવેલા કાપને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને ખેડૂતો રાજ્ય સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

Congress MLA

રાજ્ય સરકાર હાલ અપૂરતા વીજ પુરવઠો આપી રહી હોવાને કારણે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હાલના સમયમાં 6 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે, જેની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવે, તેવી માગ બનાસકાંઠા જિલ્લાના ખેડૂત કરી રહ્યા છે. આ સાથે તેમની માગ સંતોષવા માટે આંદોલન વધુ ઉગ્ર બનાવી રહ્યા છે.

હાલ ખેડૂતોને વીજળી આપવા મુદ્દે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ તેમજ લાખણીના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિયોદરના ખેડૂતો પણ વખા બસ સ્ટેશન પર છેલ્લા 3 દિવસથી ધરણા પર બેઠા છે.

આ સાથે લોકોને ધરણામાં જોડાવવા માટે ગામે ગામ ફરીને અપીલ પણ કરાઇ રહી છે. 8 કલાક વીજળી આપવાની માગ સાથે હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાખણી, દિયોદર અને કાંકરેજમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. તેમજ મામલતદારને આવેદન પત્ર પાઠવી પોતાની માંગણી રજૂ કરશે.

Congress MLA

વીજળી આપવા મુદ્દે કોંગ્રી ધારાસભ્યોએ ઉતાર્યાં કપડાં

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રીએ પણ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ આ અગાઉ મુખ્યમંત્રીએ ખાતરી આપવામાં આવી હતી કે, ખેડૂતોને 6 કલાક વીજળી આપવામાં આવશું.

આ જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ વીજળી મળતી ન હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યો દ્વારા રવિવારના વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા પરિસરમાં વીજળી આપવામાં આવે છે. 'વીજળી આપો' ના સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમા દ્વારા શર્ટ કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો.

English summary
Farmers' agitation over power supply intensified, farmers protested, MLA took off his clothes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X