મહિલા પોલિસ લાંચ કેસમાં, પીઆઇ દિવ્યા રવિયા ફરાર
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 7 લાખની લાંચના મામલે, મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PI દિવ્યા રવિયાના ઘરે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમો પહોંચી ગઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં બે મહિલાકર્મી સહિત એક મહિલા વકીલની સાત લાખની લાંચ માંગવાના ગુનામાં ધરપકડ થઈ હતી.
મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ મહિના પહેલા દુષ્કર્મ અને ધરેલુ હિંસાની અરજી સાસરિયા વિરુદ્ધ કરી હતી. આ સમગ્ર કેસની તપાસ પોલીસ ઇન્સ્પેકટર દિવ્યા રવિયા કરતા હતા. આ અરજીની એફઆઇઆર નહિ કરવા માટે મહિલા પોલીસ મથકની કર્મચારીઓ કપિલાબહેન તથા રમિલાબહેને પહેલા 15 લાખની લાંચ માંગી હતી. વાટાઘાટો બાદ 7 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જેમાં મઘ્યસ્થી તરીકે એક મહિલા વકીલ પણ હતા.

જેમની ઉપર દુષ્કર્મનો આરોપ હતો તેમણે આ મુદ્દે એસીબીને ફરિયાદ કરી હતી. બુધવારે સાંજે જ્યારે રૂપિયાની આપલે થતી હતી. ત્યારે ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી સમગ્ર મામલાને બહાર લાવ્યો હતો. જો કે એસીબીની ટીમ દ્વારા પોલ ખૂલતા જ પોલિસ સ્ટેશનમાંથી દિવ્યા રવિયા અને અન્ય કર્મચારીઓ ભાગી છૂટ્યા હતા. નોંધનીય છે કે ત્રણ દિવસની રજા બાદ દિવ્યા રવિયા મંગળવારે હાજર થઇ ગયા હતા. અને એસીબી ટ્રેપ થતા પોલીસ સ્ટેશન છોડી જતા રહયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
બુધવારની સાવરથી 10 થી વધુ એસીબીના અધિકારી સહિતનો કાફલો ચાંદખેડાના જે-18ના એફ બ્લોકમાં પહોંચી ગયા હતા. જો કે દિવ્યા રવિયા તેમના ઘરે કે ક્યાંય ન મળતા પોલિસને આ સમગ્ર તપાસમાં તેમનો પણ હાથ લાગી રહ્યો છે.












Click it and Unblock the Notifications
