ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભીષણ આગના બનાવ

Subscribe to Oneindia News

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. વલસાડમાં ટાયરના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જુનાગઢમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી હતી અને તાપીમાં શેરડીના બગાસના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગી હતી.

valsad

વલસાડ જિલ્લાના વાપી નજીક સેલવાવમાં ટાયરના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા વલસાડ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, 10 જેટલી ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસને કેટલાક કલાકોની મહેનત બાદ સફળતા મળી હતી. ખુલ્લા ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી હજુ એ જાણી શકાયું નથી. આગ લગાવાના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. જો કે, વેપારીનો માલ બળીને ખાખ થઇ જતાં તેમને લાખો રૂપિયાનો નુકસાન ભોગવવું પડ્યું છે.

valsad

જુનાગઢ જિલ્લાના કેશોદના આંબાવાડી વિસ્તારમાં પ્લાસ્ટીક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઇ, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

junagadh
junagadh

અહીં વાંચો - રેશનિંગનો જથ્થો સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું

વાપી જિલ્લાના વ્યારામાં સિંગી વિસ્તારમાં આવેલા શેરડીના બગાસના ખુલ્લા ગોડાઉનમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. બાજુમાં આવેલા ખેતરમાં કચરો બાળવા માટે લાગાવાયેલી આગનો તણખો ગોડાઉન સુધી આવી જતાં, ગોડાઉનમાં પડેલ શેરડીનો બગાસ બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રીગડે આગ પર કાબુ મેળવ્યો હતો, આ બનાવમાં પણ કોઈ જાનહાનિ થઇ નથી.

tapi
English summary
Fierce fire in the 3 districts of Gujarat.
Please Wait while comments are loading...