OMG: અમદાવાદમાં અત્યાર સુધીનુ ભારે ચાલાન કપાયુ, લાગ્યો 27.68 લાખનો દંડ
હાલમાં જ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ ગયા છે. નવા મોટર વ્હીકલ નિયમ હેઠળ દંડની રકમ વધારી દેવામાં આવી જેના માટે લોકોએ વિરોધ પણ કર્યો. જો કે ઘણા લોકોએ આનુ સમર્થન પણ કર્યુ. વળી, નવા ટ્રાફિક નિયમો હેઠળ ગુજરાતના અમદાવાદમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ ચાલાન કાપવામાં આવ્યુ છે. અમદાવાદ આરટીઓએ 27.68 લાખ રૂપિયાનુ ચાલાન કાપ્યુ છે.
અમદાવાદમાં એક પૉર્શ (Porsche Car) કારના માલિક પર 27.68 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર ડોક્યુમેન્ટસના અભાવે અને ગાડી પર નંબર પ્લેટ ન હોવાના કારણે કાર માલિક પર 27.68 લાખનુ ચાલાન કાપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે આ પૉર્શ કારની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ લગાવાયેલુ આ સૌથી મોટુ ચાલાન છે.
During a routine checking in Ahmedabad West. Porsche 911 was caught by PSI MB Virja. The vehicle had No Number Plate and Valid Documents. Vehicle detained and slapped fine of Rs. 9 Lakh 80 Thousand (9,80,000 INR). #AhmedabadPolice #Rules4All pic.twitter.com/runtd5k8dX
— Ahmedabad Police (@AhmedabadPolice) 29 November 2019
અમદાવાદ ટ્રાફિક પોલિસ રૂટિન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન આ કાર ત્યાંથી પસાર થઈ. ટ્રાફિક પોલિસે કાર ચાલકને રોક્યો અને પૂછપરછ કરી તો માલુમ પડ્યુ કે તેમની પાસે કારના ડોક્યુમેન્ટ્સ નથી. ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવેલી નહોતી. ત્યારબાદ પોલિસે ગાડીને જપ્ત કરી લીધી અને તેના પર 9 લાખ 80 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો. વળી, ગાડી માલિકે આ ચાલાનની રકમ પર રોડ ટેક્સ અને પેનલ્ટી મળીને તેને 27.68 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડી.
આ પણ વાંચોઃ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા